જન્મ-મરણના દાખલા હવે ઓનલાઇન ડાઉનલોડ કરી શકાશે

અરજદારો માટે ઈ-ઓળખ પોર્ટલ પર સીટીઝન કોર્નરની વ્યવસ્થા ચાલુ કરવામાં આવી

જન્મ મરણ નોંધણીની પ્રક્રિયા હાલ રાજય સરકારના વેબ પોર્ટલ ઈ-ઓળખમાં કરવામાં આવે છે. આ નોંધણી પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન છે. જેથી દરેક હોસ્પિટલમાં બનતા જન્મ કે મરણના બનાવોની નોંધ ઈ-ઓળખ પોર્ટલ પર કરવામાં આવે છે. હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી રાજય સરકાર દ્વારા આજ પોર્ટલ પરથી જાહેર જનતાને ઘરે બેઠા જન્મ કે મરણના પ્રમાણપત્ર ઓનલાઇન ડાઉનલોડ કરી શકે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં અરજદાર જન્મ કે મરણનું પ્રમાણપત્ર ઓનલાઇન ડાઉનલોડ કરી શકશે એમાં કોઇ સુધારો વધારો કરી શકશે નહીં. જયારે કોઇ હોસ્પિટલમાં જન્મ કે મરણનો બનાવ બને તો સબંધિતોએ પોતાના રજીસ્ટ્રર મોબાઇલ નંબર લખવાના રહેશે જેથી પ્રમાણપત્ર સરળતાથી ડાઉનલોડ થઇ શકે અથવા હોસ્પિટલ પાસેથી અરજી નંબર પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે. અરજદારોએ http://eolakh.gujarat.gov.in/DownloadCertifiacate_Citizen.aspx અથવા http://eolakh.gujarat.gov.in/ વેસબાઇટ પર જઇ સીનીઝન કોર્નર માં ડાઉનલોડ સર્ટિફિકેટ પર કિલક કરી પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે તેવું જિલ્લા રજીસ્ટ્રાર (જન્મ-મરણ) વ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, ભુજ-કચ્છ. દ્વારા જણાવાયું છે.