છે..ને..,ડીપીટી પ્રશાસનની બલિહારી : અન્યોને બખ્ખેબખ્ખા : કંડલા સંકુલને ઠેંગો.!

હકીકતમાં તો રામબાગ હોસ્પિટલમાં ડીપીટીએ આવા પીએસએ પ્લાન્ટ કરવા જોઈએ ઉભા,તે પછી જશ ખાટવાની લાલસા રાખવી જોઈએ, : ભાવનગરને બબ્બે પ્લાન્ટની ડીપીટીએ ખુલ્લા હાથે કરી દીધી લ્હાણી, જયારે કંડલા સંકુલમાં માત્ર ૧ અને તે પણ તેઓની ખુદની ગોપાલપુરી હોસ્પિટલમાં સ્થાપેલા પ્લાન્ટનું મોટાઉપાડે તાયફાઓ-બૂમબરાડા સાથે કર્યુ હતુ લોન્ચીંગ : ગોપાલપુરીમાં અને તે પણ સમ ખાવા પુરતો એક જ પ્લાન્ટ, જે કોવિદની બીજીલહેર મોટાભાગે પસાર થઈ ગયા બાદ લોન્ચીગ કરાઈ તે કેટલો નીવડશે લાભદાયક..?

જરૂર હતી ત્યારે ડીપીટી પ્રશાસન કયાં ખોવાયું હતું? : કોરોનાની બીજીલહેર ઘાતક બની હાહાકાર મચાવતી હતી ત્યારે તો ડીપીટી ખુદના કર્મચારીઓને પણ ન બચાવી શકયુ અને હવે બધુ થાડે પડી ગયુ છે તે પછી સેવા કરવા માટે જાગ્યા છે, પણ સહય પર કેવી સેવા કરશે એ તો જરૂર ઉભી થશે ત્યારે જ પડશે ખબર..!

ગોપાલપુરીમાં માત્ર સમ ખાવા પુરતો ૧ ઓકિસજન પ્લાન્ટ જયારે કેન્દ્રીય શિપિંગ મત્રીના વતન ભાવનગરમાં બે-બે પીએસએ ઓકિસજન પ્લાન્ટની કરી દેવાઈ લ્હાણી, સુરતમાં પણ એક પ્લાન્ટ બનાવાશે

ડીપીટીના બ્રિટીશરાજ-તઘલખી શાસનકારોને કંડલા કોમ્પલેક્ષના લોકો-ખુદના કર્મચારીઓ સહિતનાઓને માટે અંતિમધામ-સ્માશનભુમી બનાવવા જમીન આપવા ઠાગાઠૈયા કરે છે, કંડલા સંકુલના હિતમાં સીએચઆરનો એક રૂપીયો વાપરવો પડે તો તાવ ચડી જાય છે, અને અન્યને છુટા હાથે કોથળીઓ ખોલી ખોલીને કરાઈ રહી છે મદદ : શું કંડલા કોમ્પલેક્ષના રાજકારણીઓની નબળા છે પછી પછી પ્રજા માયકાંગલી હોવાનું આ અંગ્રેેજરાજના ડીપીટીના અધિકારીઓ જાણી ગયા છે..? : જાણકારોનો સવાલ

ગાંધીધામ : અંગ્રેજો ભારત છોડીને જતા રહ્યા પરંતુ તેઓના અનુયાયીઓ(ચમચા)ઓને આજે પણ છોડી ગયા હોય તેવો અનુભવ પૂર્વ કચ્છના કંડલા કોમ્પલેક્ષની પ્રજાને સતત થવા પામતો જ રહ્યો છે. ડીપીટી એટલે કે દીનદયાલ પોર્ટ ટ્રસ્ટના તઘલખી અને બ્રિટીશ રાજવાળા શાસનથી અહીની પ્રજા પીસાઈ પીસાઈને ત્રાહીમાામ પોકારી ઉઠી છે પણ આ પોર્ટનુ પ્રસાસન અને તેના અધિકારીઓ એટલા જાડી ચામડીના બની ગયા છે કે કોઈના પેટનુ જરા સહેજ પણ પાણી ચાલતું જ નથી. હવે તો આ પ્રસાસનની એટલી બલિહારી થવા પામી ગઈ છે કે, કંડલા સંકુલને સીએચઆરની મદદના નામે ઠેંગો જ મળે છે અથવા તો હથેળીમાં ચાંદ જ દેખાડાય છે જયારે અન્યત્ર ડીપીટી બખ્ખેબખ્ખા કરાવી રહ્યુ હોય તેમ ચર્ચાઓ તેજ બની જવા પામી ગઈ છે.આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો કેન્દ્રીય પોર્ટસ શિપિંગ મંત્રીએ બે વિશાળ કદના પીએસએ ટેકનોલોજી આધારીત ઓકિસજન પ્લાન્ટ બનાવવા માટેની જાહેરાત કરી હતી. ભાવનગર ખાતે મનસુખભાઈએ કરેલી જાહેરાતમાંથી જે મજાની વાત સામે આવી છે તે એ જ છે કે, આ બે પ્લાન્ટનો ખર્ચ ડીપીટ-કંડલા ભોગવશે તે બની રહી છેે.આ બે પ્લાન્ટનો ખર્ચ અઢીથી ત્રણ કરોડનો થવા પામશે જે ડીપીટીએ પોતાના માથે ઓઢી લીધો છે. વિશાળ કદના બે ઓકીસજન પ્લાન્ટ ભાવનગરની સર તખ્તસીંહજી હોસ્પિટલ ખાતે સ્થપાશે. આ બન્ને પ્લાન્ટ દીનદયાલ પોર્ટ દ્વારા અઢીથી ત્રણ કરોડના ખર્ચે સ્થપાશે. આમ દીનદયાલ પોર્ટ ટ્રસ્ટે શિપીંગ મંત્રીના વતન ભાવનગરમાં ત્રણ કરોડના ખર્ચે બે પ્લાન્ટ સ્થાપવાની તૈયારીઓ દર્શાવી અને સામાજિક ઉતરદાયિત્વ નિભાવી દેખાડયુ છે. ત્યારે બીજીતરફ કંડલા સંકુલના પ્રબુદ્ધવર્ગમાથી પણ ટકોરપૂર્વક ચર્ચાઓ તેજ બની જવા પામી ગયો છે. અંતરંગ વર્તુળ કહી રહ્યો છે કે, ડીપીટીને કંડલા સંકુલમાં પ્રજાના ઉપયોગ-સારા માટે નાણા વાપરવાના હોય તો નાની મોટી કોઈને કેાઈ મુશ્કેલીઓ નડી જતી હોય છે. પણ બીજા વિસ્તારમાં નાણા આપવા હોય તો દાતાર બનીને આપે છે. ભોગ લેવાય કંડલા કોમ્પલેક્ષનો, ડીપીટી કરોડોની રકમનો નફો આ સંકુલની પ્રજાના ભોગે ઓળવી રહ્યુ છે પણ જલસા કરાવવાની વાત આવે, મદદ કરવાનો મુદો હોય તો બીજા વિસ્તારમા..? આવુ કેમ? શું કંડલા કોમ્પલેક્ષના રાજકારણીઓ નબળા છે? અને પ્રજા પણ માયકાંગલી હોય તેવુ જોવા મળે છે. કંડલા કોમ્પલેક્ષની જમીનોની માત્ર મેનેજર તરીકે રહેલ ડીપીટી આખાય સંકુલની જમીનની માલીક હોય તેમ અહીની ભોળી પ્રજાના લોહીચુસણા જ કરી રહ્યુ છે. જમીનના તોતીગ ભાવોથી સંકુેલને લુંટી જ રહ્યુ છે. પરંતુ આ વિસ્તારના વિકાસને માટે પૈસા વાપરવાની વાત આવે તો ડીપીટી કંડલાને તાવ જ ચડવા માંડી જતો હોય છે. પ્રજાને લુંટ..લુંટ અને લુંટ સિવાય કંડલા સંકુલની પ્રજાની સુખાકારી માટે કયારે વિતાર જ કરેલ નથી.એ પછી કોરોના કાળ હોય, ર૦૦૧ના ભુકંપની ઘટના હોય કે પછી વાવાઝોડુ જ શા માટે ન હોય..! પરતુ અહીની પ્રજાને ઝડપથી બેઠી કરવાને માટે ડીપીટી કંડલાએ એક ફદીયું પણ કયારે વાપરેલ નથી. ભાવનગર સુધી છેટ સામાજીક ઉતરદાયિતવ નિભાવવાની ખબર ડીપીટી પ્રસાસનને જો પડતી હોય અને એક નહી બબ્બે પીએસએ પ્લાન્ટ આપી દેતા હોય, તેનો ખર્ચો ઉઠાવવા તૈયાર થઈ જતુ હોય તો કંડલા સંકુલ તો તેમની છાતીએ છે. અહીથી તો બેસીને ડીપીટી-પ્રસાસન કેન્દ્ર સરકારની તિજોરી છલકાવી રહ્યુ છે. બીજુ કંઈ નહી તો રામબાગ હોસ્પિટલમાં ડીપીટીએ પીએસએ પ્લાન્ટ ઉભા કરવાની દીશામાં વિચારવુ જ જોઈએ.