છાતી પર પગ મૂકી કોરોનાની સારવાર કરતો કચ્છનો ઢોંગી ભુવો ઝડપાયો

કોરોનાગ્રસ્ત દર્દીના શરીર પર ઉભો રહી મંત્ર જાપના નામે કોરોના ભાગી જશે તેવી અંધશ્રદ્ધાથી દર્દીનો છેવટે ગયો હતો જીવ

ભુજ : કોરોના કરતા સૌથી મોટી બિમારી છે અંધશ્રદ્ધા રાજ્યમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે અંધશ્રદ્ધાંને ઉજાગર કરતો કિસ્સો કચ્છના પડોશી જિલ્લા બનાસકાંઠાના ડીસા શહેરમાં બન્યો હતો.
દર્દીને કોરોનાની સારવાર હોસ્પિટલમાં કરાવવાના બદલે કચ્છમાંથી ભુવો બોલાવાયો જેણે કોરોના પોઝિટિવ દર્દીના શરીર પર ઊભો રહી મંત્ર જાપ કરતા સારવારના અભાવે દર્દીનું મોત થયું હતું. જે કેસમાં
પાલનપુર પોલીસે તપાસના અંતે કચ્છના રાપરના લેભાગુ ગુરૂ મોહન ભગતને ઝડપી પાડ્યો છે. ઉપરાંત રાપરના જ દિનેશ પ્રજાપતિ અને મોહન ભગતના ભાઈ રાયમલની ધરપકડ
કરાઈ છે.
કચ્છના આડેસર ગામે રહેતા ભવનભાઈ પ્રજાપતિ એક મહિના અગાઉ કોરોના વાયરસથી સંક્રમિત થતા તેઓ સારવાર માટે ડીસામાં રહેતા તેમના ભાઈને ત્યાં આવ્યા હતા. પરંતુ ડીસામાં કોઈ હોસ્પિટલમાં જગ્યા ન મળતાં તેઓ પાલનપુર ખાતે રહેતા બીજા ભાઈને ત્યાં ગયા હતા.
પાલનપુરમાં એક લેભાગુ ગુરુમાં ભવનભાઈ માનતા હતા.
તેઓએ હોસ્પિટલમાં જવાને બદલે ગુરુ પાસે વિધિ કરાવી સાજા થઇ જકે એમ માની હોસ્પિટલમાં જવાનું ટાળ્યું હતું. તે દરમિયાન ગુરુએ ચેલા માનતા કોરોનાગ્રસ્ત ભવનભાઈના સીધા સુવડાવી તેમના પેટ પર એક પગ મૂકી મંત્રોચ્ચાર કર્યા હતા અને તેઓ જલદી સાજા થઇ જશે તેવા આશીર્વાદ આપ્યા હતા, જાે કે આ સમગ્ર વિધિના થોડાક સમય બાદ ભવનભાઈની તબિયત વધુ લથડતા તેનું મોતનું નીપજ્યું હતું.