ચોમાસાને પગલે માર્ગોનો સર્વે કરીને હાથ ધરાઈ કામગીરી

૮ર૯ નાળા-બ્રીજના વોટર વેમાંથી રર૮ ખુલ્લા કરવાના બાકી : ૧પર સ્થળોએ ફલડ ગેજ લગાડવાનું પણ બાકી

ભુજ : ચોમાસુ બારણે ટકોરના મારીને ઉભું છે, ઉપરથી વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. તો બીજીતરફ કોરોના મહામારીને કારણે પણ તંત્રના રૂટીન કામોને અસર પડી છે. તેવામાં જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગ દ્વારા પ્રિમોન્સુનની કામગીરીના ભાગરૂપે સર્વે અને કરવાની થતી કામીગીરી હાથ ધરાઈ છે.
જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર દ્વારા અપાયેલી માહિતી મુજબ કચ્છમાં વિભાગને કરવાના થતાં રસ્તાના સર્વેમાં ૧૩૯૦ કિમીના રસ્તા પૈકી ૧૧ર૭.૬૯ કિ.મી.ના રસ્તાનો સર્વે કરાયો છે. જ્યારે ર૬ર કિ.મી.ના સર્વેની કામગીરી બાકી છે. જે વિવિધ તાલુકાના ઈજનેરો મારફતે કરાય છે. આ માર્ગો પર પેચવર્ક કરવા પાત્ર કામગીરી વિભાગ દ્વારા જ કરવામાં આવશેે. તો ડીએલપી સાથેનાં માર્ગોની કુલ લંબાઈ ૪૪૬ કિ.મી. છે. જેમાંથી ૩૯૦.પપ કિ.મી.માં સર્વે કરાઈ ગયો છે. પપ કિ.મી.માં સર્વે કામગીરી બાકી છે. ડીએલપી સાથેના માર્ગોમાં પેચવર્કની કામગીરી કોન્ટ્રાક્ટરને કરવાની થાય છે. જે માર્ગો નવા બન્યા હોય અને ૩ વર્ષ સધી ગેરન્ટી પિરિયડમાં આવતા હોય તેને ડીએલપી સાથેના માર્ગમાં ગણવામાં આવે છે. જિલ્લા પંચાયત હસ્તકના ૬ માઈનર અને ૩ મેજર બ્રીજ મળીને કુલ ૯ બ્રીજ છે. જે પૈકી તમામનો સર્વે કર્યા બાદ કયાંય કોઈ ક્ષતિ જણાઈ ન હોવાનું કાર્યપાલક ઈજનેર દ્વારા જણાવાયું છે. તો નાળા બ્રીજના વોટરવે ખુલ્લા કરવાની કામગીરીમાં રર૮ વોટરવે ખુલ્લા કરવાના બાકી છે. જિલ્લાના કુલ ૮ર૯ નાળા પુલિયામાંથી ૬૦૧માં કામગીરી કરી દેવાયાનો દાવો કરાયો છે. જ્યાર રર૮ વોટરવે ખુલ્લા કરવાના બાકી છે. ફલડ ગેજની માહિતી દર્શાવતા બોર્ડનું પણ કેટલુંક કામ બાકી છે. જિલ્લામાં ૪પ૦ જરૂરિયાતવાળા ફલડ ગેજ છે. જેમાંથી ર૯૮ સ્થળોએ ગેજ દર્શાવતા બોર્ડ લાગેલા છે. જ્યારે ૧પર સ્થળે ફલડ ગેજ લગાડવાના બાકી છે. આ કામગીરી આગામી ૩૧-પ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.