એસપીએલમાં કચ્છ વોરિયર્સમાં પહેલેથી જયદેવ ઉનડકટ હોતા યુર્નામેન્ટને સ્પર્ધાત્મક બનાવવા ચેતેશ્વરને ઝાલાવાડ રોયલ્સમાં સમાવાયો

 

 

 

ભુજ : સૌરાષ્ટ્રના આંગણે પ્રથમવાર રમાવા જઈ રહેલી સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગમાં ખેલાડીઓના ઓક્શનમાં ચેતેશ્વર પૂજારાએ ચિઠ્ઠી ઉપાડતા કચ્છ વોરિયર્સનું નામ નીકળ્યું હતું. કચ્છ વોરિયર્સમાં પહેલેથી જયદેવ ઉનડકટ હોતા ટુર્નામેન્ટને સ્પર્ધાત્મક બનાવવાના હેતુસર ફરીથી ડ્રાફટીંગ કરાયું હતું અને ચેતેશ્વરને ઝાલાવાડ રોયલ્સમાં સમાવાયો છે.

આ અંગેની વિગતો મુજબ રાજકોટમાં યોજાનારી એસપીએલમાં આ વખતે ચેતેશ્વર પૂજારાની ચમક જોવા મળવાની હોઈ તેને કઈ ટીમમાં સમાવવો તે અંગેનું ડ્રાફટીંગ કરાયું હતું. જો કે, આ ડ્રાફટીંગ દરમ્યાન સ્પોર્ટસમેન સ્પીરીટનો અદ્દભૂત નમૂનો જોવા મળ્યો હતો. ચેતેશ્વર પૂજારાએ પહેલા ટુર્નામેન્ટમાં નહીં રમવાનું જાહેર કર્યું હતું, પરંતુ બાદમાં તેણે રમવા માટે તત્પરતા દાખવતા તેનું ડ્રાફટીંગ કરવાનો નિર્ણય લેવાયો હતો. પાંચેય ટીમના ફ્રેન્ચાઈઝીઓની હાજરીમાં ચેતેશ્વરના હસ્તે જ ચિઠ્ઠી ઉપાડવાનું નક્કી કરાયું હતું અને પૂજારાએ ચિઠ્ઠી ઉપાડીને જોતા તેમાં કચ્છ વોરિયર્સનું નામ નીકળ્યું હતું.

આ પછી ફ્રેન્ચાઈઝી માલિકો અને એસસીએના હોદ્દેદારો મૂંઝાઈ ગયા હતા, કારણ કે કચ્છ વોરિયર્સમાં પહેલાંથી જ જયદેવ ઉનડકટ સમાવિષ્ટ છે. જો હવે પૂજારાને ટીમમાં સમાવાય તો બે સ્ટાર ખેલાડી એક ટીમમાંથી રમતા જોવા મળે, જેથી ટુર્નામેન્ટને સ્પર્ધાત્મક બનાવવા ફરીથી ડ્રાફટીંગ કરાયું હતું, જેમાં ફરી ચિઠ્ઠી ઉપાડતા ઝાલાવાડ રોયલ્સનું નામ નીકળ્યું હતું, જેથી હવે સ્ટાર ખેલાડી ચેતેશ્વર પૂજારા ઝાલાવાડ રોયલ્સ કે જે રાજકોટની કંપની છે તેની તરફથી રમશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here