ચીને પોતાના નવા અંતરિક્ષ સ્ટેશન પર મોકલ્યા ત્રણ એસ્ટ્રોનોટ

0
26
Astronauts Nie Haisheng (C), Liu Boming (R) and Tang Hongbo wave during a departure ceremony before boarding the Shenzhou-12 spacecraft on a Long March-2F carrier rocket at the Jiuquan Satellite Launch Centre in the Gobi desert in northwest China on June 17, 2021. (Photo by GREG BAKER / AFP)

(જી.એન.એસ.)બેઇજિંગ,ચીને ત્રણ અંતરિક્ષ યાત્રીઓએ પોતાના એક નવા સ્પેસ સ્ટેશન તરફ રવાના કરી દીધા છે. ની હૈશેંગ, લિયૂ બોમિંગ અને ટેંગ હોંગબો- પૃથ્વીથી લગભગ ૩૮૦ કિમી ઉપર, અંતરિક્ષમાં બનાવેલા તિયાનહે મોડ્યુલ પર ત્રણ મહિના વિતાવશે. આ ચીનનું અત્યાર સુધીનું સૌથી લાંબુ માનવયુક્ત અંતરિક્ષ મિશન હશે.ગુરૂવારે ચીનના શેનઝોઉ-૧૨ કેપ્સૂલે પોતાના લોંગ માર્ચ ૨હ્લ નામના રોકેટ દ્વારા સફળતાપૂર્વક ઉડાન ભરી. આ ગોબી રેગિસ્તાનમાં જિઉક્કાન ઉપગ્રહ પ્રક્ષેપણ કેન્દ્રથી આજે સવારે ઉડાન ભરી છે. આ પ્રક્ષેપણ અંતરિક્ષ રિસર્ચમાં ચીનના વધતા આત્મવિશ્વાસ અને ક્ષમતાનો એક નમૂનો રજૂ કરે છે.પાછલા છ મહિનાઓમાં ચીન ચાંદની સપાટી પરથી માટી અને ખડકોના નમૂના પણ લાવ્યું છે. તે ઉપરાંત મંગળ ઉપર તેને છ પેડાવાળો એક રોબોટ ઉતાર્યો છે. આ બંને ખુબ જ જટિલ અને પડકારજનક મિશન હતા જેને ચીને ખુબ જ સારી રીતે પાર પાડ્યા છે.કમાન્ડર ની હૈશેંગ અને તેમના બે સાથીઓનો સ્પેશ મિશનનો પ્રથમ હેતુ સાઢા બાઈસ ટનના તિયાનહે મોડ્યુલને રિપેર કરવાનો હશે.ની હૈશેંગે મિશનથી પહેલા કહ્યું હતુ, “અમે અંતરિક્ષમાં પોતાનું નવુ ઘર સ્થાપિત કરશે અને ત્યાં નવી ટેકનોલોજીનું પરીક્ષણ કરીશું. તેથી આ મિશન કઠિન અને પડકારજનક છે. મારૂ માનવું છે કે, અમે ત્રણેય એક સાથે મળીને કામ કરીને આ પડકારને દૂર કરી શકીએ છીએ. અમને વિશ્વાસ છે કે, અમે આ મિશન સફળ કરીશું.”