ચીની વેક્સીન લીધા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન કોરોના પોઝિટિવ

Blood sample tube positive with COVID-19 or novel coronavirus 2019 found in Wuhan, China

(જી.એન.એસ.)ઇસ્લામાબાદ,પાકિસ્તાનમાં કોરોના દિનપ્રતિદિન વધી રહ્યો છે અને વડાપ્રધાન ઇમરાન ખાન પણ કોરોનાની ઝપેટે ચડી ગયા છે. પાકિસ્તાનમાં કોરોના સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે. પાકિસ્તાનમાં કોરોનાનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો હોવાનું નિવેદન નજીક પાકિસ્તાનના આરોગ્યમંત્રીએ તાજેતરમાં જ આપ્યું હતું. તેની વચ્ચે પાકિસ્તાનમાં વડાપ્રધાન ઈમરાન ખાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓએ હજુ બે દિવસ પહેલા જ ચાઈનીઝ વેક્સિનનો ડોઝ લીધો હતો. હતો. હાલ તેઓ હોમ આઇસોલેશનમાં હોવાની માહિતી પાકિસ્તાન મીડિયા પાસેથી પ્રાપ્ત થઇ રહી છે.વેકસીન લીધા હોવા છતાં તેમને કોરોના થતા સમગ્ર પાકિસ્તાનની પ્રજામાં ફફડાટ વ્યાપી ગયો છે.પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તેની વચ્ચે બહોળા પ્રમાણમાં રસીકરણ પણ ચાલી રહ્યું છે.આ સમય દરમિયાન બજારો, શોપિંગ મોલ્સ, ઓફિસો અને રેસ્ટોરાં બંધ કરી દેવામાં આવ્યા છે અને માત્ર ખાદ્ય પદાર્થો, માંસ અને દૂધની દુકાન જ ખુલ્લી રહેશે.પંજાબના આરોગ્ય પ્રધાન યાસ્મિન રાશિદે જણાવ્યું હતું કે સાવચેતી રૂપે, ગુજરાત, સિયાલકોટ, હાફીઝાબાદમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.પાકિસ્તાનમાં બ્રિટનનો સ્ટ્રેન ધરાવતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પાકિસ્તાનમાં એક દિવસમાં ૩૪૯૫ નવા કેસ નોંધાયા છે. ૬ ડિસેમ્બર પછી નવા દર્દીઓની સંખ્યામા સૌથી વધારે છે. પાકિસ્તાન સરકારનું માનવું છે કે દેશમાં હાલમાં કોરોના સંક્રમણ નો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે.