ઘડુલી પાસે ગાડી રોકાવી ૪ શખ્સોએ યુવાનને માર મારતા ગુનો દાખલ

0
338

ભુજ : લખપત તાલુકાના સાંયરા ગામે રહેતા વિરમસિંહ સ્વરાજજી જાડેજા (ઉ.વ. ર૧)એ દયાપર પોલીસમાંં આપેલી ફરિયાદ મુજબ ગત તા. ર૭-૬ના સાંજના સમયે અગાઉ કંપનીમાં ગાડી ચાલતી હોવાનું મનદુઃખ રાખી ઘડુલી – સિયોત જતા પાપડી પાસે આરોપી લાલજી સ્વરૂપાજી રાઠોડ, ભમરસિંહ નેતાજી રાઠોડ (રહે બંને મોટી છેર), મનદિપસિંહ પ્રાગજી જાડેજા, કિરીટસિંહ પ્રાગજી જાડેજા (રહે બંને સાયરા) નંબર પ્લેટ વગરની મહેન્દ્રા બોલેરો કેમ્પર ગાડીમાંથી ચારેય જણાએ ઉતરી ફરિયાદીની બોલેરો ગાડી નંબર જી.જે. ૦ર એક્સ એકસ ૦૬૬૯ રોકાવી ફરિયાદીના ભાઈને કાકાને અને ફરિયાદીને લોખંડની ટામી પગના ભાગે ડાબા હાથમાં અને લાકડીથી માર માર્યાની અને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતાં દયાપર પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.