ઘડાણી રોડ તથા દેવપર હાઈવે પાસે માર્ગ અકસ્માત

નખત્રાણા : ઘડાણી રોડ પર તથા દેવપર હાઈવે રોડ પર માર્ગ અકસ્માતના બનાવો બન્યા હતા. નખત્રાણા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ઘડાણીથી રવાપર જતા રસ્તા પાસે ઈશા સિધિક પિંજારા (ઉ.વ. ૬૦) (રહે. ઘડાણી, કુંભારવાસ)ને અજાણ્યા કાર ચાલકે અડફેટે લેતા ફરિયાદીને ફેકચર સહિતની ઈજાઓ પહોંચી હતી તો બીજી બાજુ નખત્રાણાના દેવપર હાઈવે રોડ પર ગામના પ્રવેશદ્વાર નજીક મહેશ વેલજી ગરવા (ઉ.વ. રર) (રહે. સાંયરા) જ્યારે મોટર સાઈકલ રજી નંબર જીજે૧ર-ઈસી-૯૪૩૭થી ભડલીથી સાંયરા જતો હતો ત્યારે ટ્રેઈલર નંબર જીજે૧ર-બીડબ્લ્યુ-૮૩ર૮ના ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકને ફેકચર સહિતની ઈજાઓ પહોંચી હતી.