ગોંડલ રામ દ્વાર પાસે ૧૦ કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

(જી.એન.એસ.)ગોંડલ,ગોંડલ શહેર પંથકમાં વિદેશી દારૂ અને માદક પદાર્થ નું ધૂમ વેચાણ થઇ રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે એસ.ઓ.જી પોલીસ ટીમે રામ દ્વાર પાસે ૧૦ કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ એસઓજી પીઆઇ ગોહિલ, હેડ કોસ્ટેબલ જયવીર સિંહ રાણા, ધર્મેન્દ્ર ભાઈ ચાવડા, હિતેશભાઈ અગ્રાવત તથા રણજીતભાઈ ધાંધલ સહિતનાઓએ પૂર્વ બાતમીના આધારે ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે રામ દ્વાર પાસે વોચ ગોઠવી નાની બજાર વોરાની મસ્જિદ પાસે રહેતા સોયબ અશરફભાઈ તેલી ને અટકાવી તલાશી લેતા તેની પાસે ના બે થેલામાંથી ૧૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો કિંમત રૂપિયા એક લાખ મળી આવતા ગોંડલ સિટી પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ મુજબ ગુનો રજિસ્ટર કરાવી કાર્યવાહી હાથ ધરી હતી.