ગોંડલના કલોલા પરિવારના ૨ સગા ભાઈનું અડધા કલાકમાં નિધન

(જી.એન.એસ)ગોંડલ,કોરોના વાયરસની બીજી લહેર ધાર્યા કરતા વધારે જીવલેણ સાબિત થઈ રહી છે. આખો દિવસ સ્મશાનમાં અંતિમવિધિ થઈ રહી છે. યમના દૂત જાણે માણસનો ભોગ લેવા બેઠા હોય એવો માહોલ છે. રાજકોટ નજીક આવેલા ગોંડલના કલોલા પરિવારમાંથી બે સગા ભાઈઓના અડધો કલાકના અંતરે મોત થયા છે. બંન્ને ભાઈઓનું કોરોનાથી મૃત્યું થતા પરિવારમાં માતમનો માહોલ છે. ગોંડલના ગુંદાળા રોડ પર આવેલા ડેકોરા સિટીમાં રહેતા ભગવાનજી કાનજીભાઈ કલોલાનું બુધવારે રાત્રે ૯ વાગ્યે નિધન થયું. જ્યારે એના નાનાભાઈ ચંદુભાઈ છેલ્લા એક મહિનાથી કોવિડગ્રસ્ત થયા હતા.જુદી જુદી હોસ્પિટલમાંથી એમની ટ્રિટમેન્ટ થઈ હતી. પણ મોટાભાઈનું અવસાન થયું છે એની કોઈ જાણકારી ન આપવામાં આવી. પણ રાત્રીના પોણા દસ વાગ્યે ચંદુભાઈએ દેહછોડી દેતા બંન્ને ભાઈઓએ અનંતની વાટ પકડી હતી. હાલ બંન્નેના પરિવાર પર એકાએક આભ તૂટ્યું હોય એવી સ્થિતિ છે. ભગવાનજીભાઈના દીકરાએ કહ્યું કે, કાકા દેવડા મુકામે ડેમ સાઈટ પર PGVCLમાં નોકરી કરતા હતા. તા.૨ એપ્રિલના વેક્સીન લીધા બાદ તા. ૮ એપ્રિલના એનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તબિયત ન સુધરતા ગોંડલ સિવિલ, જામનગર સિવિલ હોસ્પિટલ તથા રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી. પણ સારવાર દરમિયાન એમનું મૃત્યું થયું હતું.