ગૃહરાજ્યમંત્રીની સમાધાનકારી બેઠક સફળ : તબીબી શિક્ષકોની હડતાલ સમેટાઈ

image description

તબીબી શિક્ષકોની ૧પ જેટલી પડતર છે માંગણીઓ મુદ્દે સિનિયર તબીબોએ હડતાળની ઉચ્ચારી હતી ચીમકી

(પ્રતિનિધિ દ્વારા)ગાંધીનગર : એકતરફ ગુજરાતમાં કોરોના હાહામાર મચાવી રહ્યો છે ત્યારે હવે બીજીતરફ રાજયના તબીબી શિક્ષકો પણ હડતાળનુ હથીયાર ઉગામવા મજબુર બની ગયા હોવાની સ્થીતી પેદા થવા પામી ગઈ હતી. આજ રોજ રાજયના સિનિયર તબીબી શિક્ષકો દ્વારા હડતાળની ચીમકી ઉચારવામાં આવી હતી.જેના પગલે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી જવા પામી હતી.નોધનીય છે કે, તબીબી શિક્ષકો દ્વારા અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતમા આ તબીબો દ્વારા હડતાળ અને વિરોધ પ્રદર્શન કરવામા આવ્યા છે અને તેઓની અંદાજીત ૧પ જેટલી પડતર માંગણીઓ રહેલી છે તે પૂર્ણ કરવાની માંગ દોહરાવી રહ્યા છે. દરમ્યાન જ વિરોધ બાદ હવે ગુજરાત સરકાર પણ હરકતમા આવી જવા પામી ગઈ છે અને આજ રોજ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે રાજયના ગૃહપ્રધાન પ્રદિપસિહ જાડેજા દ્વારા સમાધાન કારી બેઠક યોજવામાં આવ્યા બાદ મેડિકલ ટીચર્સ ઓસો.ના પ્રમુખ રજની પટેલે હડતાલ સમેટી લીધી હોવાની જાહેરાત કરી દીધી છે.