અનુસૂચિત જાતિ પરિવારના વરઘોડામાં બબાલ બાબતે ગૃહપ્રધાન પ્રદિપસિંહે યોજી પત્રકાર પરિષદ : સૌનો સાથ સૌનો વિકાસને સાર્થક કરવા રાજય સરકાર પ્રતિબદ્ધ હોવાનો કર્યો હુંકાર : અનુસુચિત જાતિના બહિષ્કાર મુદ્દે ગૃહપ્રધાને કહ્યું કે, આ કેસમાં પોલીસે પાંચની કરી લીધી છે ધરપકડ : ગામેગામ વિલેજ કમિટી બનાવવાનો કરાયો છે નિર્ણય

 

 

ગાંધીનગર : એકતરફ કેન્દ્રમાં રહેલી નરેન્દ્ર મોદી સરકારન અગ્નિકસોટી એટલે કે લોકસભાની ચૂંટણીના પરીણામોના દિવસો ધીરે ધીરે નજીક આવવા પામી રહ્યા છે ત્યારે બીજીતરફ મોદી અને અમિત શાહના હોમગ્રાઉન્ડ એટલે કે ગુજરાતને રાજકીય લેબોરેટરી પણ માનવામાં આવતી હોવાથી અહી નીતનવા ગંભીર પ્રકરણો સતત ગાજી રહયા છે. દરમ્યાન જ રાજયના એક ગામમાં દલિત પરીવારના વરઘોડાને લઈને સર્જાયેલા તનાવની ઘટના બાબતે આજ રોજ રાજયના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને રાજય સરકાર સોના બાબતે સતત સંવેદનશીલ જ હોવાનો વિશ્વાસ દર્શાવ્યો હતો.

શ્રી જાડેજાએ આ બાબતે વાત કરતા કહ્યુ હતુ કે, સરકાર રાજયનાદલિત સમુદાયની સાથે જ છે. સૌનો સાથ સૌનો વિકાસ એ રાજય સરકારનુ સુત્ર છે અને તેને સાર્થક કરાવવા અમારી ટીમ સદાય કટિબદ્ધ હોવાની વાત પ્રદીપસિંહ જાડેજાએ કરી હતી.તેઓએ કહ્યુ કે ગુજરાત સામાજિક સમરસતાનું પ્રતિક છે. પોલીસે બનેલીઘટનામાં યોગય કાર્યવાહી કરી જ છે અને અન્ય એક ગામમાં પણ પુરતો પોલસ બદોબસ્ત ફાળવવામાં આવ્યો જ હતો. આ પ્રકારની ઘટનાઓ ગુજરાત સાંખી ન લે. કયાંક ને કયાંક સમાજ-સમાજને અંદરોઅંદર લડાવવાનું ષડયંત્ર દેખાવવા પામી રહ્યુ છે.રાજય સરકાર આવા કૃત્યોને અંજામ આપનારને જેલની પાછળ ધકેલીને જ રહેશે તેવી પ્રતિબદ્ધતા પણ ર્શાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here