ગુજરાત સરકારનો ફરી યુટર્ન : બારમાની પરીક્ષાનું બારમું

કેબીનેટ બેઠકમાં ચર્ચા વિચારણા બાદ વિજયભાઈ રૂપાણીનો નિર્ણય : કેન્દ્રને આધીન ગુજરાતએ પણ ૧૨મા બોર્ડની પરિક્ષા કરી રદ : રાજ્યના ૬.૩૯ લાખ વિધાર્થીઓને અશરકરતા નિર્ણય

ગાંધીનગર : ધોરણ ૧૦ ની પરીક્ષા લેવાશે જ…. ધોરણ ૧ થી ૯ માં કોઈને માસ પ્રમોશન આપવામાં નહીં આવે… તેવી ધૂમ ધડાકાભેર જાહેરાત કરીને છેલ્લી ઘડીએ પરીક્ષા નહીં લેવાના ર્નિણયની જાહેરાત કરનાર ગુજરાત સરકાર હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ ૧૨ની પરીક્ષામાં પણ યુ-ટર્ન લે તેવી શક્યતાઓ સાચી ઠરતી જાેવાઈ રહી છે. ગત રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ધો.બારની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો અને ક્હયુ કે, બાળકોનુ સ્વાસ્થય જ પ્રાથમિકતા છે. દરમ્યાન જ જાણવા મળતી વધુ વિગતો અનુસાર આજ રોજ ગુજરાત રાજયની કેબીનેટ બેઠક મળવા પામી હતી અને તેમાં પણ વિજયભાઈ રૂપાણીની કેબિનેટ દ્વારા પણ રાજયમાં ધો. બારની પરીક્ષાઓ હાલતુરંત રદ કરવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.

નોધનીય છે કે, , થોડા સમય પહેલા ધોરણ૧૨ની પરીક્ષા સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ગુજરાતે પોતે પરીક્ષા લેવા માટે તૈયાર છે તેમ જણાવ્યું હતું પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એક્ઝામિનેશન (સીબીએસઈ)ની ધોરણ ૧૨ ની પરીક્ષા અહીં લેવાય તેવી જાહેરાત કરતા હવે ગુજરાત સરકાર પણ આ મામલે યુ ટર્ન લઈ ચૂકી છે. આ અગાઉ ગુજરાત સરકાર ધોરણ ૧૦ ની પરીક્ષા રદ કરવાની અને ધોરણ ૧ થી ૯ સુધી માસ પ્રમોશન ની જાહેરાત કરી દીધી છે કોલેજના વિદ્યાર્થીઓને મેરીટ બેઈઝ પ્રમોશન આપવાની પણ જાહેરાત થઈ ચૂકી છે અને હવે ધોરણ ૧૨ ની પરીક્ષાનું પણ બારમું થઈ જાય એવું વાતાવરણ ઉભું થયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીબીએસઈ ધોરણ ૧૨ ની પરીક્ષા નહીં લેવાય તેવી જાહેરાત કયરિ્ બાદ બદલાયેલી પરિસ્થિતી ની ચચરિ્ કરવા અને સમિક્ષા માટે કેબિનેટની આજે સવારે ગાંધીનગર ખાતે શરૂ થયેલી બેઠકમાં ચર્ચા વિચારણા કરાયા બાદ આ નિર્ણય લેવામા આવ્યો છે.