ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડૉ. નીમાબેન આચાર્યના અથાગ પ્રયત્નોથી કચ્છની વર્ષો જૂની માંગણી વેટરનરી કોલેજને મંજૂરી

0
36
કચ્છ જિલ્લો ગુજરાત રાજયનો ભૌગોલિક વિસ્તાર ધરાવતો સૌથી મોટો જિલ્લો છે. સહકારી ડેરીના આગમન સાથે પશુપાલનનો વ્યવસાય ખૂબ જ ડપથી વિકસી રહયો છે. કચ્છ જિલ્લો પરંપરાગત રીતે બન્ની ભેંસ, કાંકરેજ ગાયો, કચ્છી અને ખારાઇ ઊંટ, કચ્છી બકરાં, કચ્છી સિંધી અશ્વ, કચ્છી ગધેડા તેમજ મારવાડી અને પાટણવાડી જેવા ઘેટાંની ઓલાદો માટે પ્રસિધ્ધ છે. કચ્છમાં માનવવસ્તી અને પશુધન વસ્તી લગભગ સરખી છે, તે ઉપરાંત અહીં વન્ય જીવ વૈવિધ્ય પણ ઘણું છે. પશુપાલન અને પશુ આરોગ્ય શિક્ષણ ઉપરાંત સંશોધન ક્ષેત્રે પણ વિશાળ તકો કચ્છ જિલ્લામાં રહેલી છે, ત્યારે પશુધનની સારવાર અને સંશોધન અર્થે વેટરનરી કોલેજની અનિવાર્યતા છે. આપણા આદરણીય મુખ્યમંત્રીશ્રી દ્વારા કચ્છની પ્રજાની લાગણી અને માંગણીને ધ્યાને લઇ, કચ્છ જિલ્લાને નવી વેટરનરી કોલેજ ફાળવવાની જાહેરાત કરાઇ હતી.
આ બાબતે કચ્છ જિલ્લામાં પણ ઇન્ડીયન વેટરનરી કાઉન્સીલના ધારાધોરણ મુજબ એક અદ્યતન સરકારી વેટરનરી કોલેજ કામધેનુ યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવે તેવા સર્વે કરવામાં આવેલ હતો. આ બાબતે વિધાનસભાના અધ્યક્ષશ્રી છું. નીમાબેન આચાર્યએ માન.મુખ્યમંત્રીશ્રી અને પશુપાલન વિભાગના મંત્રીશ્રીને પત્ર પાઠવી તેમજ અનેકવાર બેઠકો યોજીને વેટરનરી કોલેજ ચાલુ થાય તે માટે સતત પ્રયત્નો હાથ ધર્યા હતાં અને જયાં જયાં મુશ્કેલીઓ જણાઇ તે સર્વે બાબતોનો તલસ્પર્શી અભ્યાસ કરી ત્વરીત નિર્ણયો કરાવવામાં માને અધ્યક્ષશ્રીનો સિંહફાળો ધો અને તેઓના અથાગ પ્રયત્નોના ફલસ્વરૂપે કચ્છ જિલ્લાને વેટરનરી કોલેજની મંજૂરી મળેલ છે અને નાણાંકીય વર્ષ ૨૦૨૨ ૨૩ના અંદાજપત્રમાં પણ કચ્છ જિલ્લાની વેટરનરી કોલેજ માટે જોગવાઇ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં વેટરનરી કોલેજ કાર્યરત થતાં પશુધનને ખૂબ જ લાભદાયી થશે. કચ્છની વર્ષો જૂની માંગણી સંતોષાઇ હોવાથી ચંદની પ્રજામાં હર્ષ અને આનંદની લાગણી પ્રસરી છે.