ગુજરાત યુનિવર્સિટીની ૧૨ એપ્રિલથી શરૂ થતી પરીક્ષાઓ મોકુફ

(જી.એન.એસ.) અમદાવાદ,કોરોના કહેર વચ્ચે ગુજરાતમાં એપ્રિલમાં લેવાનારી તમામ પરીક્ષાઓ મોકૂક કરી દેવામાં આવી છે, ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી એક મહત્વપૂર્ણ નિર્ણય કરતા ૧૨ એપ્રિલથી શરૂ થતી ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ વિધાર્થીઓને હવે ઓફલાઇન સાથે ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ આપવાનો નિર્ણય કર્યો છે, પરંતુ તેના માટે વિદ્યાર્થીઓએ ફરજિયાત ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. તેના માટે આજથી વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરી શકાશે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત યુનિવર્સિટી દ્વારા હવેથી વિદ્યાર્થીઓને ઓનલાઇન અને ઓફલાઈન એમ બંને રીતે પરીક્ષા લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે અગાઉ ૧૨ એપ્રિલથી માત્ર ઓફલાઈન પરીક્ષા જ લેવાની હતી. પરંતુ સરકારના નિર્ણય બાદ હવે વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષાનો પણ વિકલ્પ આપવામાં આવશે. આજથી વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી ઓનલાઇન પરિક્ષા અંગે રજિસ્ટ્રેશન કરી શકશે. જે વિદ્યાર્થીઓ કોઈ કારણસર પરીક્ષા ના આપી શકે તેમને બીજો મોકો પણ આપવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત યુનિવર્સિટીમાં કોરોના કેસ વધતાં સ્ટાફના પણ સભ્યો કોરોનાથી સંક્રમિત થયા છે. આજથી ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમનો આદેશ કરવામાં આવ્યો છે. આગામી ૫ દિવસ સુધી વર્ક ફ્રોમ હોમ કરવાનું રહેશે તે બાદ કેસ વધશે તો ફરીથી નિર્ણય લેવામાં આવશે.