ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદ માટે અર્જુનભાઈ મોઢવાડીયાનું નામ મોખરે

image description

સ્વરાજ જંગની હારનો સ્વીકાર કરીને અમિત ચાવડાએ આપી દીધું છે રાજીનામું : આગામી ર૩મી જુને પક્ષની આંતરિક ચુંટણી યોજાશે : યુવાનો-પીઢ સિનિયર અનુભવી નેતાઓનો સમન્વય સાધી શકે તેવા રાજયવ્યાપી સમર્થકવર્ગ ધરાવનારાને હાઈકમાન્ડ આપી શકે છે તક

રોજગાર, નર્મદાજળ, ખાતર ભાવવધારો-ખેડુતો- કોરોના મહામારીમાં સરકાર વાહવાહીમાં વ્યસ્ત, પ્રજાજનો મહામારીથી ત્રસ્ત સહિતના કઈક મુદાઓ અર્જુનભાઈએ સાચા લોકસેવક તરીકે ઉપાડી દેખાડયા છે..

અર્જુનભાઈના પ્રદેશ પ્રમુખ કાળ વખતે રાજ્યની જિલ્લા – તાલુકા પંચાયતો તથા નગરપાલીકાઓ પર કોંગ્રેસનો મહત્તમ હતો કબ્જાે

ગાંધીધામ : ગુજરાતમાં કોગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદે અમિત ચાવડાએ સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓમાં કારમી હારની નૈતિક જવાબદારીઓનો સ્વીકારી કરી અને હાઈકમાન્ડને રાજીનામુ ધરી દીધુ હતુ જેનો હાઈકમાન્ડને સ્વીકાર પણ કરી લીધો છે. તે બાદ હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કમાન કોણે? તેવા સવાલો ફરીથી એટલા માટે ચર્ચાના એરણે ચડી રહ્યા છે કે, આગામી ર૩મી જુનના રોજ પક્ષના પ્રદેશ અધ્યક્ષની આંતરીક ચુંટણીઓની જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસની કમાન યુવાનોને સોપવાનો નિર્ણય વધુ કઈ ઉકાળી શકયો નથી તે સ્પષ્ટ દેખાય છે. અમિત ચાવડા, પરેશ ધાનાણી કે પછી કાર્યકારી અધ્યક્ષ પદે હાર્દિક પટેલ જ કેમ ન હોય..! કોંગ્રેસને પ્રાણવાન બનાવી શકવામાં આ તમામ વિફળ જ નિવડયા હોય તેવુ દેખાય છે. હવે જયારે નવા અધ્યક્ષની વરણીની પ્રક્રીયા હાથ ધરાઈ રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસમાં અન્ય નામોની સાથે જે મુખ્ય નામ સામે આવે છે તેમાં શકિતસિહ ગોહીલ અને અર્જુનભાઈ મોઢવાડીયાનુ નામ સપાટી પર આવી રહ્યુ છે. શકિતસીહ ગોહિલ હાલમાં રાજયસભાના સાંસદ અને રાષ્ટ્રીય પ્રવકતા પદે બિરાજમાન છે, એટલે તેઓ આ પદ માટે હાલતુરંત આગળ આવે તેમ દેખાતુ નથી. એ વાત અલગ છે કે, ભાજપના નેતાઓ અને છાવણી શકિતસીહ અને અ/ર્જુનભાઈ જેવા કોંગી નેતાઓની કોઠાસુજ અને અભ્યાસપૂર્વકની રજુઆતો-દલીલોથી આજે પણ ગભરાય છે. એટલે હવે બીજુનામ અનુભવી એવા અર્જુનભાઈનું આવી રહ્યુ છે. અર્જુનભાઈ ર્સુદિઘ રાજકીય કારકીર્દી ધરાવી રહ્યા છે. તેઓ ગુજરાતના રાજકારણથી તો સુપરે પરિચિત જ રહ્યા છે. સાથોસાથ ખુદ અનેકવીધ વિષયોના નિષ્ણાંત-તજજ્ઞ અને જાણકાર છે. પ્રદેશ અધ્યક્ષ પદે તેઓ અગાઉ પણ સેવા બજાવી ચૂકયા હોવાથી આજે પણ તેઓના સમર્થકો રાજયભરમાં કચ્છ સહિત ઠેર-ઠેર ખુણેખુણે પથરાયેલા જ છે. અર્જુનભાઈ મોઢવાડીયાને વર્તમાન સ્થિતી-સંજાેગા જાેતા ગુજરાત કોંગ્રેસની કમાન સોપવી સમય પરની સોગઠી દિલ્હી હાઈકમાન્ડની બની રહેશે તેમ કહેવુ અસ્થાને નહી ગણાય.ગુજરાતમાં સરપંચોથી લઈ અને સંસદ સુધી ભાજપે ખુદનુ રાજ સ્થાપિત કરી દીધુ છે. કોંગ્રેસને પુનઃ બેઠી કરવી હોય તો, યુવાવયના કાર્યકર્તાઓ અને સીનીયર વરિષ્ઠ નેતાઓના અનુભવ બન્નેનો તાલમેલ કરી, વિશ્વાસમાં લઈને ચાલી શકે તેવા ઉત્સાહી અને પીઢ નેતાને કમાન સોપવાની જરૂરીયાત વર્તાઈ રહી છે. જેને જાેતા અર્જુનભાઈ બરાબરના ફીટ દેખાઈ રહ્યા છે. તેઓ પોરબંદર ક્ષેત્રથી સક્રીય રાજકારણમાં આજે પણ જીવંત ભૂમિકાઓ ભજવી રહયા છે. તેઓ વર્ષ ર૦૦૪થી ર૦૦૭ સુધીમાં ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા તરીકે સેવારત હતા.તેઓ રજી માર્ચ ર૦૧૧થી ર૦મી ડીસેમ્બર ર૦૧ર સુધી તેઓ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના અધ્યક્ષ પદે સેવા નિભાવી ચૂકયા છે. અર્જુનભાઈ સિવાયના કોઈને પણ દિલ્હી હાઈકમાન્ડ દ્વારા ગુજરાત કોંગ્રેસની કમાન સોપવામાં આવશે તો ગુજરાતમાંથી એકઢો કાઢવા સમાન ઘાતકી નિર્ણય જ બની રહેશે તેમ રાજકિય વિશ્લેષકો માની
રહ્યા છે.