ગુજરાત પોલીસ વધુ સુસજ્જ બનશેઃ વિડીયો એનાલિસિસ થશે આર્ત્મનિભર

રાજ્યભરમાં ૨૦,૦૦૦થી વધુ સીસીટીવી કેમેરા સાથે ટ્રાફિક જંકશન ઉભું કરાયું

ગાંધીનગર : ગાંધીનગર-ગુજરાત પોલીસ હવે ટેકનોલોજી અને વીડિયો એનાલિસિસ પ્રક્રિયામાં વધુ સુસજ્જ બનવા જઇ રહી છે. રાજ્યમાં હાલ વિડીયો એનાલિસિસ માટે પ્રાઇવેટ એજન્સીને નિમવામાં આવે છે  પરંતુ હવે આ ટેક્નિકમાં ગુજરાત પોલીસ આર્ત્મનિભર થવા જઈ રહી છે. જેથી હવે વિડીયો એનાલિસિસ દ્વારા ક્રાઇમ ઉકેલવા કે અન્ય કામ માટે ૨૦,૦૦૦થી વધુ સીસીટીવીના સેટઅપ સાથે ટ્રાફિક જંકશન ઉભું કરવામાં આવ્યું છે.ગુજરાતભરમાં ગુનાખોરી અને ગુના નિવારવા માટે વિડીયો એનાલિસિસ તકનીકનો ઉપયોગ કરવા માટે ગુજરાત પોલીસ ખાનગી નિષ્ણાંતો પર આધાર રાખે છે. પરંતુ હવે ગુજરાત પોલીસ ટુક સમયમાં જ વિડીયો એનાલિટિક્સ સેવાને નિયંત્રણ અને મોનિટરિંગ કરવા માટે રાજ્યભરમાં સ્થાપના કરશે. ગાંધીનગર ખાતેથી જ સૂચિત વિડીયો એનાલિટિક્સ સેવાને નિયંત્રણ કરવામાં આવશે. જેના માટે સેટઅપ સાથે મેનપાવર પણ વધારવામાં આવશે.આ અંગે વધુ માહિતી આપતા રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે” અમે રાજ્યભરમાંથી પોલીસ રોજ મોટી સંખ્યામાં વિડિયોઝ મેળવીને ગુનાની તપાસ અને અન્ય હેતુ માટે ચકાસણીના ઉપયોગ માટે લેવામાં આવે છે. જેના માટે આપણે ફોરેન્સિક યુનિવર્સિટી પર આધાર રાખવો પડે છે.વધતી જતી વિડીયો એનાલિટિક્સની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકારે તપાસ અને ગુણ નિવારણ માટે પ્રશિક્ષિત માનવ શક્તિ વધારમાં માટે  પોતાનું સેટઅપ ઉભું કરવાનો ર્નિણય કર્યો છે. અમે વિડીયો એનાલિટિક્સ ટુલ્સનો ઉપયોગ લરવા માટે તાલીમ આપીશું જે ગુનાખોરી નિવારવા મદદરૂપ થશે.”આ સાથે પોલીસ વડા ભાટિયાએ ઉમેર્યું હતું કે વિડીયો એનાલિટિક્સ સોલ્યુશન અને ટુલ્સનો અમલ ગુણ શોધવાની અને ઘટના પછીની તપાસ માટે આઠ સ્થળો પર ઓફીસ પણ કાર્યરત કરવામાં આવશે. આ સાથે આઠ સ્થળો પર હાલના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરોમાં લેબ પણ બનાવવામાં આવશે.