ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નિર્ધિરિત સમયે થશે : ચૂંટણી પંચનો દાવો

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર ૨૦૨૧માં આવી રહી છે ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ દેશમાં આવતા વર્ષે કુલ સાત રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી કરાવવા માટે આતુર છે. રાજ્ય એકમના એક અધિકારીએ કહ્યું હતું કે કોરોના સંક્રમણ જાે નિયંત્રણમાં હશે તો જાહેરસભા અને રેલીને મંજૂરી આપવામાં આવશે પરંતુ કોરોના સંક્રમણ ચાલુ રહ્યું તો નિર્ધિરિત ગાઇડલાઇનનું પાર્ટીઓએ પાલન કરવાનું રહેશે.ગુજરાતનું ભાજપ સંગઠન જુલાઇ ૨૦૨૧થી વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરવાની ઇચ્છા રાખે છે.આ સાથે ગુજરાત સરકાર પણ તે દિશામાં કાર્યવાહી તેજ કરી રહી છે ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચના રાજ્ય એકમ તરફથી પણ સપ્ટેમ્બર મહિનાથી વિધાનસભાની ચૂંટણી અંગેની બેઠકો શરૂ કરવામાં આવનાર છે.ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે માર્ચ ૨૦૨૨માં ગોવા, મણીપુરપંજાબ, ઉત્તરાખંડ, મે મહિનામાં ઉત્તરપ્રદેશ, ઓક્ટોબરમાં હિમાચલ પ્રદેશ અને ડિસેમ્બરમાં ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે. હાલ પંજાબને બાદ કરતાંપાંચ રાજ્યોમાં ભાજ૫ની સરકાર છે અને મણીપુરમાં ગઠબંધનની સરકાર છે.તાજેતરમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું હતું કે દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજવી એ ચૂંટણી પંચની ફરજ છે. ૨૦૨૨માં સાત રાજ્યોની વિધાનસભાની મુદ્દત પૂર્ણ થાય છે. કોરોના સંક્રમણના સમયમાં પંચે બિહાર અને પશ્ચિમબંગાળ સહિત ચાર રાજ્યોમાં ચૂંટણી કાર્યવાહી પૂર્ણ કરી છે. કોરોના સંક્રમણ રહેશે તો ચૂંટણી પંચ સોશ્યલ ડિસ્ટન્સિંગ વધારવા માટે મતદાન મથકોની સંખ્યા વધારશે અને કોવિડની ગાઇડલાઇનનું ચૂસ્ત પાલન કરાવશે.