ગુજરાતમાં પણ ધોરણ 12ની પરીક્ષા રદ્દ, કેન્દ્રએ નિર્ણય લેતા રૂપાણી સરકારે નિર્ણય બદલ્યો

ગુજરાત બોર્ડની ધોરણ 12 ની પરીક્ષા રદ્દ  કરવાનો નિર્ણય આજે મળેલી કેબિનેટની બેઠક બાદ લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંગે સત્તાવાર જાહેરાત શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવી હતી. આ તકે તેમણે જણાવ્યું હતું કે ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા મામલે હાલ વિચારણા થઈ રહી છે. 

આજે સવારે ધોરણ 12ની પરીક્ષા સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ગુજરાતે પોતે પરીક્ષા લેવા માટે તૈયાર છે તેમ જણાવ્યું હતું પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એક્ઝામિનેશન (સીબીએસઈ)ની ધોરણ 12 ની પરીક્ષા અહીં લેવાય તેવી જાહેરાત કરતા હવે ગુજરાત સરકાર પણ આ મામલે યુ ટર્ન લેવો પડ્યો છે.