ગુજરાતમાં કોરોના કાબુમાં :સીએમની ધરપત

  • હાલમાં સંપૂર્ણ લોકડાઉનનો કોઈ વિચાર નહીં : રૂપાણી

કલોલના અરસાડીયા ગામની મુલાકાત વખતે મુખ્યપ્રધાને વ્યકત કર્યો વિશ્વાસ

ગાંધીનગર : આજ રોજ ગુજરાત રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી અસોડીયા ગામની રૂબરં મુલાકાતે દોડી ગયા છે. આજ રોજ તેઓઅ અહી કોવિદ કેર સેન્ટરની મુલાકાત લીધી અને ગ્રામજનોથી રૂબરૂ થયા તે ઉપરાંત તેઓએ અહી પ્રેસને પણ સંબોધન કરી અને કહ્યુ હતુ કે, કોરોનાની બીજી લહેર ઘાતક છે. હાલમાં આપણે યુદ્ધના ધોરણે આ રોગને નાથવા લડી રહ્યા છે. હાલમાં સ્થીતી કાબુમાં આવી રહી છે. આવી ધરપત આપવાની સાથે જ સીએમ દ્વારા કહેવાયુ હતુ કે, હાલમાં તો રાજયમાં આંશીક લોકડાઉન લગાવાય છે તે યોગ્ય છે અને સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાની કોઈ જ વિચારણા હાલમાં કરવામા નથી.ગુજરાતમાં કોરોના વાયરસના વધતાં કેસની વચ્ચે સીએમ રૂપાણીએ કલોલના ગામની મુલાકાત લીધી હતી.ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. મે મહિનાની શરૂઆતથી કોરોના વાયરસના કેસની ગતિ ધીમી તો પડી છે પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં હજુ ખૂબ જ ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા મારુ ગામ કોરોનામુક્ત ગામ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. એવામાં આજે સીએમ રૂપાણીએ ગાંધીનગરના કાલોલમાં એક ગામની મુલાકાત લીધી હતી.આરસોડિયા ગામમાં સીએમ રૂપાણીએ કહ્યું કે જૉ ગુજરાતમાં હજુ પણ સ્થિતિ ખરાબ બને તો સરકારની તૈયારી છે. સરકારે રાજ્યની હોસ્પિટલોના એક લાખ બેડ તૈયાર કરી દેવામાં આવ્યા છે જ્યારે એક મહિનામાં સાત લાખ રેમડેસિવિર ઈંજેક્શન આપવામાં આવ્યા છે.

સીએમની પ્રેસ સંબોધનના મુખ્ય અંશ

• ગુજરાતમાં હાલમાં સ્થિતી નિયંત્રણમાં
• રાજયમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે
• ૧૪પ૦૦ની સામે ગત રોજ ૧ર૦૦૦ કેસો નેાધાયા
• રાજયમાં બેડ-ઓકિસજન-ઈન્જેકશનો જેવી સુવિધા વધારી રહ્યા છીઅ
• મેડીકલ સ્ટાફની ભરતી માટે પણ કલેકટરને સત્તા અપાઈ ગઈ છે
• મારૂ ગામ કોરોના મુકત ગામ અભિયાન શરૂ કર્યુ છ • પ્રભારી મંત્રીઓએ જિલ્લામાં મોરચાઓ સંભાળી લીધા છે
• શહેરોના બદલે હવે ગામડામાં સંક્રમણ વધ્યુ છે
• ૧પમી મે સુધી ૧૧ લાખ જેટલા ડોઝ આવી જશે
• કેન્દ્ર તરફથી ગુજરાતને કોઈ અન્યાય નથી થય

• રાજયમાં ઓકિસજનના અભાવે મોત નથી થયા
• કોંગ્રેસ કોરોનામાં હલ્કી રાજનીતી છોડે