ગુજરાતના ૭૭ આઈપીએસની બદલી-બઢતીનો આદેશ વછુટયા : પૂર્વ કચ્છમાંથી મયુર પાટીલની બદલી

0
136

નિર્લિપ્ત રાયને સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી બનાવાયા

વિધાનસભા ચૂંટણી પહેલા રાજયના પોલીસ બેડામાં ધરખમ ફેરફારો : રાજયના આઈપીએસ અને એસપીએસ અધિકારીઓની સાગમટે બદલીનો ગાણવો છુટયો : ૩૭ આઈપીએસ, ૧૯ એસપીએસ તથા ર૦ જેટલા ડીવાયએસપીશ્રીને અપાયું એસપી પદે પ્રમોશન

શ્રી પાટીલને નવી ઉભી કરાયેલી અને ખાલી રહેલી પોસ્ટ(ડીસીઆઈ) આઈબી ગાંધીનગર રીઝનમાં મુકાયા

સુરેન્દ્રનગરના એસપી શ્રી મહેન્દ્ર બગરીયા પૂર્વ કચ્છમાં મુકાયા

ગાંધીનગર : ગુજરાતના પેાલીસ બેડામાં લાંબા સમયથી જે બદલઓ અને બઢતી સાથેના આદેશોની ઈંતેજારી થવા પામતી હતી તે પૈકીના આઈપીએસ અધિકારીઓની બદલીનો અંતે ગાણવો નીકળી જવા પામી ગયો છે. આ મામલે ગાંધીનગર કક્ષાએથી મળતી માહીતી અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા આજ રોજ રાજયના પોલીસ બેડામાં ધરખમ ફેરફારો કરવામાં આવી ગયા છે. આજ રોજ ગૃહવીભાગ દ્વારા જાહેર કરાયેલા ઓર્ડર અનુસાર રાજયના ૭૭ જેટલા આઈપીએસ અધિકારીઓની બઢતી સાથે બદલી કરી દેવામાં આવી છે.

આ મામલે જાણવા મળતી માહીતી અનુસાર રાજયના જે ૭૭ જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી થવા પામી છે તેમાં પૂર્વ કચ્છના મયુર પાટીલનો પણ સમાવેશ થવા પામી રહ્યો છે. પૂર્વ કચ્છના મયુર પાટીલને બદલાવી અને નવી ઉભી કરાયેલી અને ખાલી રહેલી પોસ્ટ(ડીસીઆઈ) આઈબી ગાંધીનગર રીઝનમાં મુકવામાં આવ્યા છે તો પૂર્વ કચ્છમાં તેઓના સ્થાને સુરેન્દ્રનગર એસપી પદે સેવારત રહેલા શ્રી મહેન્દ્ર બગરીયાને મુકાયા છે. આજ રોજ ૭૭ જેટલા જે આઈપીએસની બઢતી અને બદલીના ઓર્ડર થવા પામ્યા છે તેમાં ર૦ જેટલા ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને એસપી તરીક પ્રમોટ કરવામાં આવ્યા છે.આ ઉપરાંત કચ્છના બીજા અધિકારીઓની આ બદલી-બઢતીમાં વાત કરીએ તો મુળ ભુજ પાસેના માધાપરના વતની એવા જયદીપસીહ જાડેજા કે જેઓ ડીસીપી વડોદરામાં સેવારત હતા તેઓને ડીસીપી ઝોન બે અમદાવાદ સીટીમાં મુકવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવવા પામ્યા છે. વિધાનસભા ચૂંટણી પહેલા રાજયના પેાલીસ બેડામાં થયેલા આ ફેરફારો સુચક જ માનવામા આવી રહ્યા છે.