ઉજ્જૈન ગુજરાતી સમાજવાડી ખાતે વિવિધ સમાજો સાથે યોજી બેઠકઃ ભાનુશાલી સમાજ દ્વારા સી.એમ. વિજય રૂપાણીનું કરાયું સન્માન

 

 ભુજ : ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમના ધર્મપત્ની સાથે ઉજ્જૈન અને ઈન્દોરની મુલાકત લીધી હતી. ઉજ્જૈનના પ્રસિધ્ધ જ્યોર્તિલિંગ મહાકાલેશ્વર મંદિરે તેમણે દર્શન કરીને પૂજા કરી હતી. આ

ઉપરાંત તેમણે ઉજ્જૈનના મણિભદ્ર મંદિર, મહાકાલી મંદિર, કાલ ભૈરવ મંદિર, હરસિધ્ધિ માતાના મંદિરે તેમજ ભારતમાતા મંદિરના દર્શન કર્યા હતા. વિવિધ મંદિરોએ શિશ ઝુકાવીને તેમણે ગુજરાતની ઉન્નતી અને સર્વાંગી પ્રગતિની પ્રાર્થના કરી હતી. ઉજ્જૈનમાં ગુજરાતી સમાજવાડી ખાતે વિવિધ ગુજરાતી સમાજના પ્રબુધ્ધ નાગરિકો સાથે તેમણે બેઠક યોજીને સભાને સંબોધન કર્યુ હતુ. જેમા તેમણે રાષ્ટ્રીય મુદ્દાઓને આવરી લઈને ઉન્નત અને સર્વોત્તમ ભારતની કલ્પના સાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કાર્યશૈલીની સરાહના કરી હતી. સંયુકત રાષ્ટ્રીય પરીષદે મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરતાં ભારત, ભારતના સક્ષમ નેતૃત્વ અને ભારતની વિદેશ નીતિની જીત થઈ હોવાનુ તેમણે જણાવ્યુ હતુ. છે. આ નિર્ણયથી નવાં ભારતનાં નિર્માણ માટે પ્રયત્નશીલ નરેન્દ્રભાઈ મોદીની આતંકવાદ સામેની લડાઈને વૈશ્વિક મહોર લાગી છે. તો ભાજપ માટે ૧૩૦ કરોડ દેશવાસીઓ એક છે. અને તેથી જ ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે કાર્ય કરી રહી છે. જાતિવાદ, વંશવાદ, સંપ્રદાયવાદથી ભારતને મુક્ત બનાવવાનું સ્વપ્ન આપણાં રાષ્ટ્રભક્ત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સેવી રહ્યાં છે તેવુ રૂપાણીએ જણાવ્યુ હતુ. ઉજ્જૈન ખાતે ગુજરાતી સમાજવાડીમાં યોજાયેલી બેઠક વેળાએ ભાનુશાલી સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ભાનુશાલી સમાજ દ્વારા મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીનું સ્વાગત કરીને સન્માન કરાયું હતું, તો જૈન ગુજરાતી અને પટેલ સમાજ સાથે પણ તેમણે ખાસ મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીની ઉજ્જૈન મુલાકાત પૂર્વે જ કચ્છનાં ભારતીય જનતા પાર્ટીના દિલીપભાઈ ત્રિવેદી, કિરીટભાઈ સોમપુરા, પ્રવીણભાઈ પીંડોરિયા સહિતનાં આગેવાનો ઉજ્જૈન પહોંચી ગયા હતા. અને ગુજરાતી સમાજ સહિત વિવિધ સમાજનાં આગેવાનો સાથે મળીને મુલાકાતનું આયોજન ગોઠવ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here