ગુજરાતના નવા સીએમ પદે ભુપેન્દ્ર પટેલ જાહેર

0
40

ભાજપની વિદ્યાયક દળની બેઠકનો નિર્ણય હાઈકમાન્ડનો મેન્ડેટ શિરોમાન્ય

કમલમ ખાતે કેન્દ્રીય નિરિક્ષકોની હાજરીમા યોજાયેલી કોર કમીટીની બેઠક બાદ યોજાયલી ભાજપના ધારાસભ્યોની બેઠકમાં વિદ્યાયક દળના નેતા તરીકે સર્વસહમતીથી અમદાવાદના ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલનું નામ ઘોષિત ઃ વિદ્યાયકદળના નેતા પદે ભુપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ વિજયભાઈ રૂપાણીએ કર્યો રજુ ઃ ધારાસભ્યો વતીથી વાસણભાઈ આહીર, ગણપતભાઈ વસાવા, આત્મારામ પરમાર, વિભાવરીબેન દવે, કુંવરજીભાઈ બાવળીયાએ સમર્થન જાહેર કર્યુ

 

ગાંધીનગર ; ગુજરાતના મુખ્યપ્રધાન પદેથી વિજયભાઈ રૂપાણીએ અણધાર્યુ રાજીનામું આપી દેતા રાજયના રાજકારણમા મોટી હલચલ સર્જાઈ જવા પામી હતી અને હવે ગુજરાતના નવા સુકાની-સીએમ કોણ બનશે? તેને લઈને પણ અનેક અટકળો અને અનુમાનો ગતરોજ સાંજથી આજે બપોર સુધી અલગ અલગ રીતે સામે આવતા રહ્યા હતા. જે તમામ અનુમાનો અને અટકળોનો હવે અંત આવી જવા પામ્યો છે અને ગુજરાત પ્રદેશ ભાજપની વિધાયકદળની બેઠકમાં સત્તાપક્ષના નેતા તરીકે આજ રોજ અમદાવાદના ઘાટલોડિયાના ધારાસભ્ય અને આડાના પૂર્વ ચેરમેન અને આનંદીબેન પટેલના નજીકના મનાતા ભુપેન્દ્ર પટેલનુ નામ જાહેર કરી દેવામા આવ્યુ છે અને તેઓ જ હવે ભાજપની પરંપરા અનુસાર ગુજરાતના મુખ્યપ્રધાન પદે આરૂઢ થવા પામશે.

ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજ રોજ બપોરે બે વાગ્યે કેન્દ્રીય નિરિક્ષકો નરેન્દ્રસિંહ તોમાર, તરૂણ ચુગ અને પ્રહલાદ જાેષીની વિશેષ હાજરીમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, વિજયભાઈ રૂપાણી, નીતીનભાઈ પટેલ, સહિતના ભાજપના અનેક વિધ મોટા નેતાઓની હાજરીમાં ભાજપની કોર કમિટીની બેઠક કમલ ખાતે મળવા પામી હતી. જેમાં રાજ્યના નવા મુખ્ય પ્રધાન મુદ્દે ચર્ચા કરાઈ હતી બાદ વિધાયક દળની બેઠક મળવા પામી હતી અને તેમા પક્ષે આપેલ મેન્ડેટના નામ પર સર્વ ધારાસભ્યએ સહમતિ દર્શાવી અને શીરોમાન્ય જ ગણ્યો હોવાના અહેવાલો સામે આવવા પામી ગયા છે. અમદાવાદની ઘાટલોડિયા પરથી આનંદીબેન પટેલ ર૦૧રમાં ચૂંટાઈને ગુજરાતના સીમેઅ પદે પહોંચ્યા હતા. એટલે ગુજરાતને આ બેઠક પરથી ભુપેન્દ્ર પટેલના સ્વરૂપે બીજા મુખ્યપ્રધાન મળવા પામ્યા છે. ભુપેન્દ્ર પટેલને ગુજરાતમાં આનંદીબેન પટેલના રાજકીય વારસાઈ તરીકે જાેવામાં આવતા હતા. ત્યારે હવે રાજકીય વિશ્લેષકો વિચારી રહ્યા છે કે, ગુજરાતના મુખ્યપ્રધાન પદે ભુપેન્દ્ર પટેલને મુકવાનો નિર્ણય અમીત શાહ અને નરેન્દ્ર મોદીમાંથી કોનો ? પાટીદાર આંદોલન વખતે પણ ઘાટલોડિયા બેઠક ચર્ચામાં રહી હતી.

આજ રોજ પક્ષની પરંંપરા અનુસાર વિદાયક દળના નેતા તરીકે ભુપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ વિજયભાઈ રૂપાણીએ પ્રસ્તાવ રજુ કર્યો હતો જેને  ધારાસભ્યો વતીથી વાસણભાઈ આહીર, ગણપતભાઈ વસાવા, આત્મારામ પરમાર, વિભાવરીબેન દવે, કુંવરજીભાઈ બાવળીયાએ સમર્થન જાહેર કર્યુ હતુ. જેનો સર્વે એ સ્વીકાર કર્યો હતો. હવે ભાજપની શીસ્ત અને પ્રક્રીયા મુજબ વિદ્યાયકદળના નેતા જ ગુજરાતના નવા મુખ્યપ્રધાન બનશે. આ માટે તેઓ મહામહિમ રાજયપાલશ્રી સમક્ષ સરકાર રચવાનો દાવો આજે સાંજ સુધીમાં રજુ કરી શકે છે તેવા અહેવાલો પણ સામે આવવા પામી રહ્યા છે. નવા મુખ્યપ્રધાન આગામી ૪૮ કલાકમા શપથગ્રહણ કરશે.

 

ત્રીજીવખત નીતીનભાઈનું સીએમ બનવાનુ સ્વપ્ન રોડાયું

ગાંધીનગર ઃ ગુજરાતના પાટીદાર સમાન અને ઉત્તર ગુજરાતના સૌથી દિગ્ગજ અને કદાવર નેતા નીતિનભાઈ પટેલ છેલ્લા બે વખતથી સીએમ પદના પ્રબળ દાવેદાર માનવામા આવી રહ્યા હતા. ગત વખતે પણ તેઓએ ફટાકડા શુદ્ધી ફોડી નાખ્યા હતા અને નામ વિજયભાઈ રૂપાણીનું જ જાહેર થવા પામી ગયુ હતુ. હાલમાં પણ સીએમ પદની રેસમા મોખરે રહેલા નીતિનભાઈનુ સ્વપ્ન સતત ત્રીજીવખત સીએમ બનવાનુ રોડાવવા પામી ગયુ હોય તેમ લાગી રહ્યુ છે.

 

અસામાન્ય નામની પરંપરા મોદીએ જાળવી ;સરપ્રાઇજ આપવાની ખુદની ઓળખ પર થપ્પો

 

ગાંધીધામ ઃ નરેન્દ્ર મોદી મોટા પદોની નિમણુકોની જાહેરાતોમાં હમેશા સરપ્રાઇજ જ આપતા રહે છે તેઓ જે નામ ચર્ચામા હાલતા હોય તે સિવાયનુ તદન નવું જ નામ જે તે પદ માટે જાહેર કરી દેવાની ઓળખ ધરાવી રહ્યા છે. આ વખતે ગુજરાતના નવા મુખ્યપ્રધાન પદે ભુપેન્દ્ર પટેલનું નામ જાહેર કરીને મોદીજીએ અસામાન્ય નામ એટલે કે જે નામની કોઈએ ધારણા પણ ન હોતી કરી તેવાજને રાજયના સીએમ બનાવી કમાન સોપતા ફરીથી સરપ્રાઇજ આપવાની મોદીજીએ ખુદની ઓળખ જાળવી રાખી હોવાનું ફલિત થવા પામી રહ્યુ છે.

 

કચ્છઉદયના અહેવાલ પર મહોર

ગાંધીધામ ; વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના સીએમ પદેથી અચાનક રાજીનામું ધરી દેતા હવે રાજયની સીએમની ખુરશી કોના સીરે જશે તેને લઈને અનેક અટકળો તેજ બનેલી હતી. અલગ અલગ નામો સામે આવવા પામી રહ્યા હતા ત્યારે ગત રોજ એટલે કે તા.૧૧ સપ્ટે.ના સીએમના રાજીનામા અપાયા બાદ ત્વિરત ધોરણે જ કચ્છઉદયના અંકમાં સીએમ પદે પાટીદાર-ઓબીસીને પ્રાધાન્ય અચુક અપાશેનો સંકેત આપી દીધો હતો અને તે અનુસાર જ રાજયમાં મુખ્યપ્રધાનની પસંદગી થવા પામી હોવાથી કચ્છઉદયના અહેવાલ પર મહોર લાગી હોવાનો પણ વર્તારો દર્શાય છે.