ગુંદાલાના સરપંચે મહિલાને માર મારતા પોલીસ ફરિયાદ

મુંદરા : તાલુકાના ગુંદાલા ગામે સોશીયલ મીડીયામાં વાયરલ થયેલા પત્ર બાબતે ગામના સરપંચે મહિલાને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા મુંદરા મરીન પોલીસ મથકે ફરિયાદ કરાઈ હતી. મુંદરા મરીન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી મિનાક્ષીબેન રાજેશભાઈ મહેતાએ (ઉ.વ. પર) (રહે., ગુંદાલા તા.મુંદરા) ગામના વડીલવંદનામાં રહેતા વડીલોને થતી તકલીફો અંગે ટ્રસ્ટીઓને લખેલ પત્ર સોશીયલ મીડીયા મારફતે પોસ્ટ કરી તે પોસ્ટ વાયરલ થતાં આ બાબતનું મનદુઃખ રાખીને આરોપી જયેશભાઈ (સરપંચ- ગુંદાલા) ફરિયાદીને માથાના ભાગે મારમારી ઈજાઓ પહોચાડી હતી તથા અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતાં મુંદરા મરીન પોલીસ મથકે ફરિયાદ કરાઈ હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.