ગીર સોમનાથ ખાતે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ત્રણ ભવનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

0
106

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નિમાબહેન આચાર્ય, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

વેરાવળ ખાતે કાર્યરત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્ય, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી. રાજ્ય શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરના હસ્તે અત્યાધુનિક ગ્રંથાલય,ગેસ્ટ હાઉસ, શિક્ષાશાસ્ત્રી ભવનનુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ તેમજ સંસ્કૃત યુનિવર્સિટીના મુખપત્રના વિમોચન સાથે વિવિધ ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું સાથે જ પ્રશિક્ષણના ૮ વિવિધ વર્ગોના શુભારંભ અને પૂર્ણાહૂતી કરવામાં આવી હતી.
આ તકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, સંસ્કૃત યુનિવર્સિટીએ આપણા પૌરાણિક ઇતિહાસનું પુનરાવર્તન કર્યું છે વિશ્વના દેશોમાંથી વિવિધ લોકો આપણી નાલંદા અને તક્ષશિલા વિશ્વ વિદ્યાલયોમાં જ્ઞાન અર્થે આવતા હતા તેવી જ રીતે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ઈરાનથી એક વિદ્યાર્થી અભ્યાસ અર્થે અહીં આવ્યો છે તેમ જણાવતા કહ્યું હતું કે  સંસ્કૃત યુનિવર્સિટીની પ્રગતિ થતી હોય ત્યારે જ્ઞાન સાગર વધુ સમૃદ્ધ થાય છે.
આ તકે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, નરેન્દ્ર ભાઈએ આ યુનિવર્સિટીના બીજ રોપ્યા હતા આજે વટ વૃક્ષ બનીને અનેક પ્રકલ્પો પૂરા કરી રહી છે. આજે વિવિધ ભવનોનું લોકાર્પણ થયું છે. જે યુનિવર્સિટીની સુવિધાઓમાં વધારો કરશે. આજે વિશાળ આધુનિક લાઇબ્રેરીનું લોકાર્પણ થયું છે ત્યારે આ લાઇબ્રેરી દ્વારા આપણા પૂર્વજોના જ્ઞાન અને ચિંતન તેમજ તેમના અનુભવનો નિચોડ પ્રાપ્ત થશે. હવે બીએ બીએડ નો અભ્યાસક્રમ પણ ચાલુ થયો છે. ઉપરાંત તેમણે ઈરાનથી સંસ્કૃત યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે આવેલા ફરસાદ નામના વિદ્યાર્થીના વખાણ કરતા જણાવ્યું હતું કે, આજ તો આપણી સંસ્કૃતિનો બહોળો પ્રચાર અને પ્રસારનો પાયો છે કે લોકો દેશ-વિદેશથી અહીં અભ્યાસ કરવા માટે આવે છે.
આ તકે અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ શ્રી શિરીષ ભેડસગાઁવકરે જણાવ્યું હતું કે સંસ્કૃતમાં ભણતા શાસ્ત્રો અને સંસ્કૃત ભણાવતા અધ્યાપકોને અભિનંદન આપું છું ભારતીય નવી શિક્ષણ નીતિમાં ભારતીય જ્ઞાન વિજ્ઞાનને આવરી લેવાયું છે. યુનિવર્સિટીની વિદ્યાર્થીનો દ્વારા યોગ નિર્દેશન કરવામાં આવ્યું હતું તેમજ યુનિવર્સિટીના મુખપત્રના 32મા અંકનું વિમોચન કરવામા આવ્યુ હતુ તેમજ ગ્રંથનું વિમોચન કરવામા આવ્યુ હતુ.
આ તકે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ ડો.લલિતકુમાર પટેલે શાબ્દિક સ્વાગત કર્યું હતું જ્યારે કુલસચિવ ડો.દશરથ જાદવે આભારવિધી કરી હતી. ભાજપ પ્રદેશ મંત્રી શ્રી ઝવેરીભાઈ ઠકરાર, પૂર્વમંત્રી જશાભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય શ્રી રાજસીભાઈ જોટવા, જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી માનસિંગભાઈ પરમાર, વેરાવળ અને પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઈ ફોફંડી તેમજ વિવિધ કોલેજના ટ્રસ્ટીઓ, અધિકારીઓ તેમજ પદાધિકારીઓ  અને કોલેજ સ્ટાફ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.