ગાંધીનગર મનપા વિપક્ષ નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા સહિત સમગ્ર પરિવાર કોરોના સંક્રમિત

(જી.એન.એસ.)ગાંધીનગર,આગામી ૧૭મી એપ્રિલે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે. આ માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતપોતાના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. તેમજ ચૂંટણી જીતવા માટે કવાયત પણ તેજ કરી દેવામાં આવ્યા છે, ત્યારે ગાંધીનગરથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર મનપાના વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બીહોલા કોરોના સંક્રમિત થયા છે. શૈલેન્દ્રસિંહ બીહોલનો સમગ્ર પરિવાર કોરોના સંક્રમિત થયો છે. માતા- પિતા, પત્ની અને પુત્ર સાથે શૈલેન્દ્રસિંહ બીહોલા પણ સંક્રમિત થયા છે. ગઈ કાલે શૈલેન્દ્રસિંહ બીહોલાએ લક્ષણ જણાતા ટેસ્ટ કરાવ્યો હતો.