ગાંધીધામ સુધરાઈ સમિતીઓમાં મહીલાઓને અન્યાય : પક્ષના મહામંત્રીની વ્હલા-દવલાની નીતી કારણભુત

કયારે નગરસેવકોની સાથે વાતચીત ન કરવી, વિશ્વાસમાં ન લેવા અને માત્ર ખુદના મળતીયાઓને પ્રમોટ કરનાર અનિરૂદ્ધ દવેની સામે આંતરીક રીતે વકર્યો આક્રોશ : માંડવીમાં વિધાનસભાની ચુંટણી લડવાના ગણિત માત્રથી ચાલતા મહામંત્રીને રોકોે નહી તો પક્ષને ઘણું સહન કરવાનો આવશે વારો

મહીલા આગેવાન ચંદ્રીકાબેન દાફડા બે ટર્મથી ચુંટાયા છે, સારી લીડ અને મતોથી ચુંટાયા હોવાથી તેમની લોકપ્રીયતા સાબીત કરવાની પણ જરૂર નથી રહેતી, તેમ છતા પણ કોઈ જ સમિતીમાં તેમને સ્થાન નહી ? શુ ધારાસભ્યની દાવેદારી કરી રહ્યા છે એટલે તેમની દવા કરી દેવાઈ છે ?

વર્તમાન ધારાસભ્યના ૪-૪ હાથ માત્ર હોય એટલે ચેરમેનપદની કરી દેવાની લ્હાણી..ઃ ગત ટર્મમાં મહીને ૩૦-૩૦ લાખના બોગસ બીલો ઉધરનારાને ફરીથી આ વખતે પણ આપી દેવાયુ મહત્વનું ચેરમેનપદે..! : આ મહાશયના ગઈ ટર્મના બોગસ બીલો માત્રની ચકાસણી-ક્રોસ વેરીફીકેશન કરવામાં આવે તો પણ તેના કારસ્તાનો ખબર પડી જાય તેમ છે..!

સક્ષમ-યોગ્ય મહીલાઓની બાદબાકી કેમ?આગામી ચુંટણીમાં નડે નહી એટલે..?

ગાંધીધામ : સુધરાઈની સમિતીઓની વરણી કરવામા આવી છે તેમાં વીપક્ષ દ્વારા ભાજપની કરણી અને કથની સામે સવાલો ઉઠાવાયા છે તે ઓછેવત્તે અંશે બરાબર જ હોવાનુ જાણકારો પણ માની રહ્યા છે. સમિતીઓની વરણીમાં મહીલાઓને અન્યાય જ થયો હોવાનુ દેખાય છે. હકીકતમાં તો ચેરમેન મહીલાઓને વધુમાં વધુ બનાવવાની જરૂર હતી. પ્રમુખ મહીલા છે અને ચેરમેન જો મહીલા બનાવાયા હોત તો તેઓનો તાલમેલ અને કામ કરવુ એક બીજા સાથે વધુ સરળ બની શકયું હોત. મહીલાઓને વધુ ચેરમેન કયાંય એટલે તો બનાવતા નથી અટકાવાયાને કે આવતી ચુંટણીમાં નડી ન જાય! કારણ કે કેટલીય મહીલાઓ શકિતશાળી અને સક્ષમ હોવા છતા પણ તેમને ચેરમેન પદ આપવામાં નથી આવ્યુ એટલે પણ આવા સવાલો ઉભા થવા પામી રહ્યા છે.બીજીતરફ આ બેઠકમા સમીતીઓની વરણી ટાંકણે મહામંત્રી અનિરૂદ્ધ દવે પ્રત્યે પણ વધુ આક્રોશ જોવા મળતો હેાવાનુ ચર્ચાય છે.કારણ કે તેઓએ કયારે પણ ચુંટાયેલા નગરસેવકોની સાથે સીધી વાત નથી કરી અને તેઓના મનગમતા માણસોની સાથે જ બેઠકો કરે છે. તેઓને માંડવીધારાસભ્યની ચુંટણી લડવી છે તે એકમાત્ર ગણિતથી જ આગળ વધી રહ્યા છે. તેવામાં ગાંધીધામ નગરપાલીકામાં ચેરમેનોની નિયુકિતમાં મહીલાઓને અન્યાય કરવામાં વધુમાં વધુ ફાળો અનિરૂદ્ધ દવેનો હોવાનુ પણ કહેવાય છે. જો કે, રાજકીય તજજ્ઞો કહી રહ્યા છે કે જે ગ્રુપને કાપવાની વેતરણમાં મથ્યા છે તે ગ્રુપના જ પ૦ હજારથી વધુ મતો માંડવીમાં છે તેની પણ અનિરૂદ્ધભાઈને ખબર હોવી જોઈએ. સાથોસાથ હવે આમ આદમીની એન્ટ્રી પણ થવા પામી રહી છે તો તેઓને પણ કેાઈ તૈયાર સક્ષમ અને યોગ્ય નેતા-આગેવાનો મળી ન જાય તે પણ તકેદારી રાખવી જોઈએ. જે લોકો પર ભ્રષ્ટાચારના આરોપ થતા હતા તેમને રીપીટ કરી દેવાયા તેની પાછળનુ રહસ્ય શુ ? હાલમાં સારા ચહેરા, નિષ્ઠાવાન મહીલાઓ વધુ લીડથી જીતીને આવેલ છે તેમ છતા આવા વ્યકિતત્વ આપતા નેતા અનિરૂદ્ધભાઈ દવેને દેખાયા જ નહી ને જે ચેરમેન સમીતીના હતા તેના જ બન્યા શુ ૪૭ જણામા આ લોકો વહીવટ કરવાના હક્કદાર હતા..ને હવે નીમણુક કરાતા વિચારવામાં નહી આવે તો પક્ષમાં થઈ રહેલ કકળાટનો લાભ કોગ્રેસને લેતા નથી આવડતો પણ આમઆદમી પાર્ટી જરૂરથી લઈ જશે જશ. અનિરૂદ્ધ દવેને પક્ષે જે જવાબદારી આપી છે તે ન્યાય અને નિયમ પ્રમાણે ચલાવી જોઈએ નહી કે આપણા વડીલોની પેઢી હોય તેમ….! આમ ચલાવાશે તો પક્ષને ઘણુ નુકસાન કરવાનો વારો આવશે..તેવી ભીતી પણ જાણકારો સેવી રહ્યા છે.

સ્ત્રી સશક્તિકરણની વાતો કરનાર ભાજપની કરણી-કથનીમાં તફાવત : સમીપ જોષી

  • ગાંધીધામ સુધરાઈમાં ૧૧ સમિતિઓમાં માત્ર ૨(બે)જ સ્ત્રીઓને ચેરપર્સન બનાવાયા
  • એસસી-શિડ્યુઅલ કાસ્ટ – પછાત વર્ગના ચૂંટાયલા બહેનોને ભાજપે કર્યો અન્યાય
  • સુધારા સ્વીકાર્ય વિનાની અમલવારી – સમિતિઓની રચના નિર્થક, રદ કરવા પાત્ર : ગાંધીધામ કોંગ્રેસનો સખ્ત વાંધો

ગાંધીધામ : રાજ્ય સરકાર દ્વારા સ્વરાજ્ય સંસ્થાઓની ચુંટણીમાં ૫૦ ટકા સ્ત્રી અનામત બેઠકો આપી. સતામાં સ્ત્રીઓને સમાન ભાગીદારીના ઉમદા હેતુ સાથે સ્વીકારવામાં આવેલ છે ત્યારે ગાંધીધામ નગરણાલીકાની ૧૧ જેટલી અલગ અલગ સમિતિઓ પૈકી માત્ર ૨ જ સ્ત્રીઓને ચેરપર્સન તરીકે નિમણુંક આપી છે ત્યારે સ્ત્રી સશક્તિકરણની વાતો કરનાર ભાજપની કરણી અને કથનીમાં મોટો તફાવત જોવા મળે છે. જેમાં પણ સીડ્યુઅલ કાસ્ટ અને પછાત વર્ગના સ્ત્રીઓને સ્થાન ન આપી ભાજપએ એસ.સી. અને પછાત વર્ગના ચુંટાયેલા બહેનોને અન્યાય કર્યો છે. જે ગાંધીધામ નગરપાલીકાની વિવિધ સમિતિઓની ચેરમેનની નિમણુંક પરથી સાબિત થયું છે. આમ ભારતીય જનતા પાર્ટી એસ.સી, પછાત વર્ગના બહેનો વિરોધી માનસિકતા છતી થાય છે. જેને અમો કોંગ્રેસ પાર્ટીના ચુંટાયેલા તમામ સભ્યો સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ.ગાંધીધામ નગરપાલીકા પોતાના નિયમો બનાવવા અને સ્વીકારવામાં આવેલા છે. જેમાં મોડેલ નિયમોના ચેપ્ટર નં.૧ રૂલ નં.૭૨ અને ૭૭ ને વર્ષ ૨૦૧૫માં આવેલા સુધારાઓ સ્વીકાર્યા વિના અમલવારી સંપુર્ણપણે ગેરકાયદેસરની છે. તેથી વિવિધ સમિતિઓના ચેરમેનની નિમણુંકની કાર્યવાહી નિર્થક, રદ થવા સમાન છે. ગાંધીધામ નગરણાલીકાના નિયમોના સુધારાના વિના નિમણુંકો કરવામાં આવેલ છે જે સારી બાબત નથી. તેવું સમીપ જોષીની યાદીમાં જણાવાયું છે.