ગાંધીધામ સુધરાઈમાં વિવિધ સમિતીઓના સુકાનીઓની નિયુકિત

0
30

નગરપાલિકાના કારોબાર ચેરમેન પદે પુનિત દુધરેજીયા તો પીડબલ્યુડી સમિતી તારાચંદ ચંદનાની (ભોળાભાઈ) ને હવાલો : ગાર્ડન સમિતી દિવ્યાબેન નાથાણી જયારે લાયબ્રેરી સમિતીમા મનીષાબેન પરેશભાઈ પટેલને અપાયું સ્થાન : લો સમિતી રામભાઈ માતંગ, પાણી સમિતી સંજયભાઈ ગર્ગને સોંપાઈ

ગાંધીધામ : સ્થાનિક સ્વરાજયની જંગ પૂર્ણ થયા બાદ તેમાં ભારતીય જનતા પાર્ટીએ જ સપાટો બોલાવી દીધો હતો અને મુખ્ય હોેદ્દેદારોની તે વખતે વરણીઓ કરી દીધા બાદ સમીતીઓના ચેરમેનોની નિયુકિત કરવાની કોરોનાની બીજી લેહરના લીધે બાકી રહી જવા પામી હતી જેનો દૌર હવે હાથ ધરવામા આવી ચૂકયો છે.કચ્છ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લાની વિવીધ સુધરાઈઓમાં સમીતીઓની નવરચના અને તેના સુકાનીઓની નિમણુક કરવાનો દોર હાથ ધરવામા આવ્યો છે જે અંતર્ગત આજ રોજ ગાંધીધામ નગરપાલિકામાં પણ વિવિધ સમિતીઓના ચેરમેનોની સતાવાર સર્વાનુમત્તે નિયુકિત કરવામાં આવી ગઈ છે. શહેરના ટાઉનહોલ મધ્યે યોજાયેલી બેઠકમાં આજ રોજ વિવિધ સમીતીના ચેરમેન અને સભ્યોની નીયુક્તી કરવામાં આવી હતી. આજ રોજ થયેલી સમીતીઓની નવરચનાઓની વાત કરીએ તો કારોબારી સમીતિમાં પુનિતભાઈ દુધરેજીયા ચેરમેન પદે જયારે સભ્ય પદે કમલભાઈ શર્મા, સુરેશભાઈ ગરવા, ભરતભાઈ મીરાણી, રામભાઈ માતંગ, તેજશભાઈ શેઠ, અનિતાબેન દક્ષીણી, લીનાબેન રાજેશભાઈ ધારક, દિનેશભાઈ ગોવિંદભાઈ લાલવાણી, મોહનભાઈ ભાનુશાલી, મનોજભાઈ મુલચંદાણીનો સમાવેશ કરવામા આવ્યો છે જયારે સોશ્યલ વેલ્ફેર સમીતીમાં ગેલાભાઈ ભરવાડ ચેરમેન તો સભ્યોમાં મનીષાબેન પરેશભાઈ પટેલ, સરીતાબેન સુરજભાઈ ભકુર, નયનાબેન દેવજીભાઈ, લીનાબેન રાજેશભાઈ ધારક, ચંદ્રીકાબેન કિશોરભાઈ દાફડા, નેતલબેન ગોકુલજી માજીરાણા, મનીષાબેન રમેશભાઈ ધુઆ, લો કમિટીમાં રામભાઈ માતંગ ચેરમેન તો અજયકુમાર શ્રીદેવ સીંઘ, કાંતાબેન નરેશભાઈ સોલંકી, ભરતભાઈ વાઘજીભાઈ પ્રજાપતિ, મોહનભાઈ ગોવિંદજી પ્રજાપતિ, મોહનભાઈ ગોવિદંજી ગોરી, ભચીબેન સામજીભાઈ મહેશ્વરી, નયનાબેન દેવજીભાઈ હિંગણા, કમલભાઈ બનાવરી લાલ શર્મા, અમરબેન મનુભાઈ વણકર, પબ્લીક વર્કસ કમિટીમાં તારાંચંદભાઈ ચંદનાણી ચેરમેન, તો સભ્યોમાં તેજલ પ્રભુલાલ શેઠ, દિનેશભાઈ ગોવિંદભાઈ લાલવાણી, ખમીજીભાઈ તેજાભાઈ રોલા, મમતાબન હર્ષભાઈ આહુજા, સીતાબેન ક્રીષ્નારાવ, હિનાબેન રોહીતભાઈ સથવારા, સરીતાબેન સુજરભાઈ ભઠ્ઠર, ભરતકુમાર ચમનલાલ મીરાણી, પાણી પુરવઠા સમીતીમા ંચેરમેન પદે સંજયભાઈ ગર્ગ, સભ્યો તરીકે સુરેશભાઈ વીરજીભાઈ ગરવા, ચમનભાઈ મકવાણા, જયોતિબેન હીનેશભાઈ માલી, મનીષાબેન રમેશભાઈ ધુઆ, ભરતભાઈ વાઘજીભાઈ પ્રજાપતિ, મનીષાબેન પરેશભાઈપટેલ, તારાચંદ સુરજમલ ચંદનાણી, મમતાબેન હર્ષભાઈ આહુજા, ગાર્ડન સમિતીમાં ચેરમેન પદે દિવ્યાબેન નાથાણી, સભ્યો પદે ભચીબેન સામજીભાઈ મહેશ્વરી, જયોતિબેન હિતેશભાઈ માલી, હિનાબેન રાહેતિભાઈ સથવારા, નેહલબેન ગોકુલજી, મનોજભાઈ મુલચંદાણી, અજયકુમાર સીંધ, મનીાબેન રમેશભાઈ ધુવા, મનોજભાઈ બી ચાવડા, સેનીટેશન સમિતીમાં ચેરમેન પદે કમલભાઈ શર્મા, સભ્ય પદે મનોજભાઈ બી ચાવડા, ઉષાબેન મીઠવાણી, દીનેશભાઈ ગોવિંદભાઈ લાલવાણી, ગોમતીબેન વિરજીભાઈ પ્રજાપતી, અનીતાબેન શંકરભાઈ દક્ષીણી, પૂૃવીબેન ધર્મેન્દરભાઈ મેઘાણી, રામભાઈ હિરાલલ માતંગ, ગોવિદંભાઈ મેઘજીભાઈ નિંજાર, ટાઉન પ્લાનીગ સમીતીમાં એ.કે. સીગ ચેરમેન, સભ્યોમાં મહેશભાઈ ગઢવી, ગોમતીબેન વિરજીભાઈ પ્રજાપતી, ગેાલભાઈ ભરવાડ, સંજયભાઈ ગર્ગ, લક્ષ્બીબેન વેલજીભાઈ આહીર, દિવ્યાબેન જીતેન્દ્રભાઈ નાથાણી, કાંતાબેન નરેશભાઈ સોલંકી, ચમનભાઈ મકવાણા, ફાયર એન્ડ લાઈટીંગ સમિતીમા ંચેરમેન પદે મહેશભાઈ ગઢવી, સભ્યોમાં કમલેશભાઈ નારાયણ પરીયાણી, મનોજભાઈ ચાવડા, ગોવિંભાઈ નિંજાર, ઉષાબેન નંદલાલ મીઠવાણી, સીતાબેન ક્રીષ્નારાવ, દીપીકાબેન નાયક, જયોતિબેન દિનેશભાઈ માલી, ચંદ્રીકાબેન કિશોરભાઈ દાફડા, ટેક્ષેસન સમિતીમાં ચેરમેન પદે મનોજભાઈ મુલચંદાણી, સભ્યોમાં ભરતકુમાર ચમનલાલ મીરાણી, રાધાબેન નાયક,ખીમજીભાઈ રોલા, લીનાબેન ધારક, હસ્તાબેન સથવારા, મહેશભાઈ ગઢવી, તારાચંદ ચંદનાની, દિપીકાબેન નાયક, લાયબ્રેરી સમિતીમાં ચેરમેન પદે મનીષાબેન પટેલ, સભ્યોમાં ચંદ્રીકાબેન દાફડા, રાધાબેન નાયક, હસ્તાબેન સથવારા, દીપીકાબેન નાયક, અમરબેન વણકર, મોહનલાલ ગોરી, લક્ષ્મીબેન આહીર, તેજસ શેઠ જયારે એસ્ટાબ્લીસ્ટમેન્ટ સમીતીમા ચેરમેન પદે ભરતભાઈ પ્રજાપતિ, સભ્યોમાં ગોવિંદભાઈ નિંજાર, પૂૃવીબેન, લક્ષ્મીબેન આહિર, નેતલબેન માજીરાણા, સુરેશભાઈ ગરવા, સીતાબેન, કમલેશભાઈ પરીયાણી, સરીતાબેન ભઠ્ઠરનો સમાવેશ કરવામા આવ્યો છે.યોજાયેલી બેઠકમા આ તમામની નિમણુકંની જાહેરાત કરવામા આવી હતી જેને સર્વાનુમત્તે વધાવી લેવામા આવી હતી.આજરોજ નગરપાલીકાના પ્રમુખ, મુખ્ય કારોબારી અધિકારી શ્રી ચાવડા, ઉપપ્રમુખ બળવંતભાઈ ઠક્કર સહિતનાઓની હાજરીમાં આ બેઠક યોજવામાં આવી હતી.નોધનીય છે કે, આજ રોજ ગાંધીધામ નગરપાલિકાઓની સમિતીઓની સત્તાવાર બેઠક યોજાય તે પહેલા પાર્ટીની બેઠક કાર્યાલય ખાતે પ્રભારી વિકાસભાઈ રાજગોરની અધ્યક્ષતામાં યોજાઈ હતી અને તેમાં તમામની નિયુકિત પર સર્વાનુમત્તે બહાલી આપવામાં આવી હતી.