ગાંધીધામ સુધરાઈમાં ભ્રષ્ટ સિન્ડીકેટ માટે પ્રથમ ગ્રાક્ષે મક્ષિકાનો થયો તાલ….!

ઠેકેદાર પાસેથી ૬ ટકા લેખે રોકડીની ગોઠવણી કરનાર ‘ગેલાકંપની’ના ભ્રષ્ટ કારનામા ગાંધીનગર કક્ષાએ પહોચી જતા આખીય સેટીંગનુ થઈ ગયું ટાંય..ટાંય..ફીશ..! જો, કે.આ પ્રકારની કટકીમાંથી કોની કોની ભાગબટાઈ? કોને કેટલા મળવાના હતા..? ગેલા કંપનીના કેટલા, સીઈઓ-સુકાનીઓ, સહિતનાઓને કેટલા મળવાના હતા? : જાણકારોમાથી ઉઠતા સવાલોઃ ઠેકેદારથી ૬ ટકા કટકી લેનાર ‘ગેલા કંપની’ કોની? કોના છે આ માણસો..!

નિમણુંક મેળવવા પૈસા ચૂકવવા બિસ્કીટ વહેંચીને આપવા પડયા : આવી નિમણુંકોના પૈસા લેનાર કોણ?

‘‘ખાયા પીયા કુછ નહી.ગ્લાસ તોડા બારઆના..વાળી થઈ..!’’ : ૬ ટકા લેખે ઠેકેદારથી ગેલાકંપનીએ ઉઘરાણા કર્યા અને શ્રી પાટીલ સુધી વાત પહોચી જતા તુરંત જ પરત પણ આપવાની આવી નોબત : ચાર બીસ્કીટ વેંચીને
પેસા અપાયા? સુકાનીએ આવુ કેમ કરવુ પડયુ ?

ગાંધીધામ : સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર જાણે કે કોઠે જ પડેલો હોય તેમ જે કેાઈ આવે તે પોપોબાઈનું રાજ ચલાવતા હોય તેવી રીતે આવતાની સાથે જ અહી ખુલ્લેખુલ્લા પડેલા ખેતરો ખેડવા જ મંડી જતા હોવાની સ્થિતી સર્જાતી હોય છે. જો કે, ગાંધીનગર નગરપાલીકામાં આવો જ એક કિસ્સો હાલમાં આંતરીક રીતે હોટટોપીક બની જવા પામી ગયો છે અને અહી ભ્રષ્ટ સિન્ડીકેટ દ્વારા ઠેકેદાર પાસેથી નાણા સેરવી ભાગબટાઈ કરવાના તાલે પ્રથમ ગ્રાક્ષે મક્ષિકા થવા પામી ગઈ હોય તેમ લાગી રહ્યુ છે. આ અંગે રાજકીય સહિત અંતરંગ બેડામાં થતી ચર્ચા અનુસાર સુધરાઈમાં સ્વરાજ જંગની ચુટણીઓ બાદ હજુ તો સૌ કોઈએ માંડ હોદા સંભાળ્યા જ છે ત્યાં તો અહી ઠેકેદાર પાસેથી ગેલા એન્ડ કંપની દ્વારા છ ટકા કમિશન-કટકીની ગોઠવણી કરી લીધી હતી અને તેમાથી અમુક રકમ મેળવી પણ લેવાઈ હતી. હવે આ કટકી લેવાની સાથે જ અહી અણીયાણા સવાલો ઉભા થવા પામી ગયા હતા કે, આ પ્રકારના છ ટકાની રકમ ગેલા એન્ડ કંપનીને આપનાર ઠેકેદાર કોણ? કયા પેટે આપવામાં આવ્યા? ગેલા એન્ડ કંપની પણ કોણ છે? કોના માણસો છે? ગેલાકંપનીએ લીધેલી રકમમાંથી કોની કેટલી ભાગબટાઈ થઈ? ગેલા કંપનીને કેટલા, સીઈઓ, સુકાનીઓ સહિતનાઓને કેટકેટલા અપાયા? આવા સવાલો ઉભા થવાની સાથે જ ઠેકેદાર પાસેથી આવી રીતે રકમ લેવાઈ હોવાનુ ગાંધીનગર પાટીલ કાર્યાલય સુધી ફરીયાદ પહોચી જતા આ ભ્રષ્ટ સીન્ડીકેટની હાલત કફોડી થવા પામી ગઈ હતી અને લીધેલા નાણા પરત આપવાની નોબત આવી હોવાનુ મનાય છે. એટલે પ્રથમ ગ્રાક્ષે મક્ષિકાની સાથે જ ખાયા પીયા કુછ નહી, ગીલાસ તોડા બારઆના જેવી હાલત પણ થવા પામી હોવાનુ કહેવાય છે. કટકીની રકમ લેવા જતા સોનું વહેંચવાનો વારો આવી ગયો હોવાનુ પણ ચર્ચાય છે. અહી તપાસ કરવામા આવે કે સુધરાઈના સુકાનીએ ચાર બિસ્કીટ વહેંચીને પૈસા કોને આપ્યા? ગાંધીધામ સુધરાઈના ભ્રષ્ટ સિન્ડીકેટ ખોરોને અહી કટકીના પ્રથમ પ્રયાસે જ ફટકો પડી જવાની સ્થિતી સાથે જ હવે આ નગરપાલિકામાં સૌ કોઈ જાગૃત થઈ ગયા હોવાની સ્થીતી પણ સામે આવી રહી છે એટલે સુકાનીઓ સાંઠગાંઠ કરીને પ્રજાના પૈસા અને સરકારની તિજોરી પર એટલે હદે આરામથી તરાપ મારી શકે તેમ હવે જોવાનુ ન હોવાનો સંદેશ પણ વહેતો થયો છે.