ગાંધીધામ સુધરાઈમાં અવિશ્વાસની દરખાસ્તના ભણકારાં

  • સ્વરાજ જંગની ચુંટણી બાદના ઘાત-પ્રત્યાઘાતો..!

૪૭ નગરસેવકો ધરાવતી ભાજપ સાસિત સુધરાઈમાં પક્ષના મોવડીઓ-જીલ્લાના આગેવાનો ચાંપતી નજર નહીં રાખે, સૌને સાચવીને વરણીઓ હવે નહી આપે તો બળવો થવાનો દેખાય છે મોટો સળવળાટ

સુધરાઈના હોદ્દાઓની લ્હાણીમાં પાટીલનીતિના ધજાગરા ઉડયા, કેસરીયા બ્રીગેડનો જ નારાજ વર્ગસમસમીને પક્ષની
શિસ્તના નામે બેસી ગયો, પણ હવે સમીતિઓની વરણીમાં અન્યાય થયો તો તેના ઘેરા પડઘા સુધરાઈમાં જોવાનો
ભાજપને આવીશકે છે વારો : રાજકીય વર્ગની ટકોર

ગાંધીધામ : ગુજરાત ભાજપની કમાન સી આર પાટીલે સંભાળ્યા બાદ પૈસા-લાગવગ અને જુથવાદ ભાજપમાં વરણીઓમા હવે ભુતકાળ બની જશે તેવો એક સચોટ સંદેશ કચ્છભરના રાજકીય બેડામા ગયો હતો પરંતુ ગાંધીધામ સુધરાઈમાં હોદાઓની લ્હાણી જે રીતે કરી દેવામા આવી તેનાથી અહી પાટીલ યુગ હોય કે પાટીલ રાજ કંઈ જ નીતીનીયમો નહી ચાલે અને પૈસા ફેક તમાસા દેખવાળા જ તાલ થઈ રહ્યા હોવાની વાત લોકમુખે સામે આવવા પામી ગઈ હતી. જે રીતે પક્ષના નીતીનિયમોને નેવુ મુકીને એક જ વોર્ડમાં મુખ્ય હોદાઓની ભેટ ધરી દેવામા આવી તેનાથી ભાજપ શાસિત નગરપાલીકામામા ૪૭ જેટલા નગરસેવકો ધરાવતા હોવા છતા એકચોટ બે જુથમાં આતંરીક રીતે મોટપાયે ચળભળાટ સાથે તડા જ પડી જવા પામી ગયા હોવાની સ્થીતી સર્જાઈ હતી જે બહાર ખુલ્લીને આવતા જરા સહેજમાં રહી ગઈ હતી. જે તે વખતે તો આંતરીક રીતે શરૂ થયેલો અસંતોષનો ચરૂ પક્ષની ગરીમાને જોતા સમી ગયો હતોપરંતુ કહેવાય છે ને કે, સ્પ્રીંગને જેટલી દાબો એટલે તે બમણા જોરે ઉછળી જતી હોય છે. હવે આવી જ સ્થિતી ગાંધીધામ નગરપાલીકામાં સર્જાતી હોવાનુ આંતરીક વર્ગ માની રહ્યો છે. આ મામલે અંતરંગ વર્તુળોમા થતી ચર્ચા પર નજર કરીએ તો, મુખ્યહેાદાની લ્હાણી વખતે તો સૌ કોઈ રહી ગયેલા અને સક્ષમ દાવેદારો તમાચો મારીને પણ ગાલ લાલ રાખી ગયા હતા પરંતુ હવે સુધરાઈમાં અલગ અલગ સમિતીઓ બનાવવાનો સળવળાટ ચાલી રહ્યો છે અને તેના સુકાનીઓની નિયુકિતની ગોઠવણીઓની પણ હલચલ તેજ બની છે ત્યારે જો આ સમીતિઓમાં પણ એકપક્ષીય અને એકતરફી જ નિર્ણય જેમ મુખ્ય હોદાઓમાં લેવાયા તેવી રીતે લેવાશે તો ચોકકસથીગાંધીધામ સુધરાઈમાં ભાજપને માટે કાળી ટીલ્લી સમાન ઘટના પણ બની શકે તેવી વકી જાણકારો સેવી રહ્યા છે. કહેવાય છે કે, જો સમિતીઓની વરણીમાં તમામને સાચવવાની નીતી જીલ્લાના દિગ્ગજો નહી અપનાવેઅને મુખ્ય હોદાઓની લ્હાણીની જેમ જ છાપેલા કાટલાઓને જ ધ્યાને લેવાશે તો અહી પક્ષની સામે બળવો થાય તો નવી નવાઈ નહી કહેવાય. હા, અહી એક મોટુ અને વિશાળ ગ્રુપ અવિશ્વાસની દરખાસ્ત લાવી શકે તેવી ગોઠવણો પણ અત્યારથી જ થવા પામી ગઈ હોવાનુ કહેવાય છે. નગરપાલિકાની સમીતીઓની વરણીમાં મજબુત અને સક્ષમ દાવેદારો હાલના સમયે તેલઅને તેલની ધાર જ જોઈ રહ્યા છે. જો તેઓને સર્વામાન્ય ન્યાય નહી મળે તો ગાંધીધામ નગરપાલીકામા ચોકકસથીઅવીશ્વસની દરખાસ્ત પેશ થઈ શકે છે અને ૪૭થી વધુ નગરસેવકો હોવા છતા પક્ષની સામે નારાજવર્ગ બાંયો ચડાવી અને પક્ષની જ ગરીમા અને સિદ્વાંતોના ધજીયા ઉડાળી શકે તેમ કહેવુ પણ અસ્થાને નહી ગણાય.