નગરપાલિકાઓ એટલે ભ્રષ્ટાચારથી ગદબદતા ધામ : પ્રજાજનોને સુખાકારીના નામે સતત કારનામાઓ અજવાતા કમિશનખોરો સામે ઉઠતા વધુ અણીયાણા સવાલો : ઢોલ-નગારા વગાડીને સુધરાઈ દ્વારા પાણી વેરાઓની થાય છે વસુલાત, તો સામા પક્ષે પાણી પુરવઠા બોર્ડ દ્વારા કચ્છની સુધરાઈ પર લાખોના પાણી બીલના લેણા ચડત હોવાના અપાઈ રહ્યા છે ખુલાસા : તો પછી શહેરીજનો પાસેથી ઉઘરાવતા પાણી વેરાની મસમોટી રકમ જાય છે કયા?

નગરપાલીકા નિયામક રાજકોટશ્રી દ્વારા તપાસ કરવામાં આવે તો સુધરાઈના ભ્રષ્ટ કટકીખોરોના મસમોટા કારસ્તાનોનો પર્દાફાશ થવાની સેવાય છે વકી

ગાંધીધામ : સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણીઓ તાજેતરમા જ સંપન્ન થવા પામી ચુકી છે અને અહી હોદેદારો પણ સુકાની સંભાળી ચુકયા છે ત્યારે બીજીતરફ ઉનાળાના આરંભે જ ઠેરઠેર ગ્રામીણની સાથોસાથ શહેરી વિસ્તારોમાં પણ મોટા પ્રમાણમાં પાણીનો કકળાટ બહાર આવવા પામી રહ્યો છે તો વળી આ સમયે જ ગાંધીધામ સહિતની કચ્છની સુધરાઈઓમાં પાણીના નામે ચાલતા કટકીકાંડને લઈનેી પણ ગંધ પ્રસરાવવા પામી રહી હોવાનો વર્તારો ખડો થવા પામી રહ્યો છે. આ બાબતે અંતરંગ વર્તુળોમાથી બહાર આવતી માહીતી અનુસાર આજના દીવસે પણ કચ્છ આખાયની ગાંધીધામ સહિતની સુધરાઈઓના પાણી પુરવઠા બોર્ડ પર કરોડોની રકમના બીલના ચુકવણાઓ બાકી રહેવા પામી ગયા છે. તો નગરપાલિકા દ્વારા તો ઢોલ નગારા વગાડીને પણ જે બાકીદારો છે તેમની સામે કડકાઈ પૂર્વક આ રકમો-પાણી સહિતના વેરાઓની વસુલાત થવા પામી જ રહી છે અને મોટાઉપાડે માધ્યમોમાં પણ તેની માહીતીઓ અપાઈ જ રહી છે. મજાની અને ચિંતાની વાત અહી એ છે કે, નગરપાલિકાઓ બાકીદારો અને શહેરીજનો પ્રત્યે પાણી વેરાની રકમની વસુલાત તો દાદાગીરી પૂર્વક કરી જ લે છે, અને નગરપાલીકાને પાણી પુરુ પાડતા પાણી પુરવઠા બોર્ડમાં આ રકમ જમા કરવામા આવતી નથી અને તેનથી જ તો કરોડોના બીલો ચડત થઈ જવા પામી ગયા છ? તેવા સમયે અહી પબુદ્રવર્ગમાં મસમોટા અણીયાણા સવાલો એ જ થવા પામી રહ્યા છે કે, વેરાની વસુલાત થાય છે પાણી પુરવઠા બોર્ડમા તે રકમ જમા નથી થતી? તો પછી આ રકમ જાય છે કયા? કોણ ચાં. કરી જાય છે? કયા વચેટીયાઓ આટઆટલી તગડી રકમ ખાઈ જાય છે? આવા પણ મસમોટા સવાલો ઉભા થવા પામી રહ્યા છે. નોધનીય છે કે, પાણી પુરવઠા બોર્ડ કચ્છના વડા અશોક વનરા જણાવી રહ્યા છે કે, પાણી પુરવઠા બોર્ડ કચ્છની જુદી જુદી નગરપાલિકાઓને પાણી પુરૂ પાડી રહી છે જે પેટેના આખાય કચ્છમાં ર૩૦ કરોડની રકમ વસુલાત ચડત રહેલી છે. વખતોવખતની નોધ આપ્યા છતા આ રકમ હજુ સુધી ભરપાઈ થવા પામી નથી. આવા સમયે કચ્છની નગરપાલિકામાં કરોડોના પાણી વેરાના કૌભાંડની ગંધ વધુ પ્રબળ બની રહી છે ત્યારે નગરપાલીકાના નિયામકશ્રી રાજકોટ દ્વારા કડકાઈથી તપાસ કરવામા આવે અને વીવિધ નગરપાલિકાઓ પાસેથી આંકડાકીય ચકાસણીઓ કરવામા આવે તો મસમોટા કૌભાડ પરથી પડદો ઉચકાઈ શકે તેવી વકી પણ સેવાઈ રહી છે.