ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ માટે બે સ્વઘોષિત દાવેદારો વચ્ચે તીવ્ર સ્પર્ધા

image description

કચ્છી રાજયમંત્રી વાસણભાઈએ મને ખાત્રી આપી છે કે, મારા સિવાય બીજો કોઈ પ્રમુખ નહીં બને : હરેશભાઈનો વિશ્વાસ : તો સામાપક્ષે શ્રી ધનવાણી પણ ખુદનો ઘોડો બતાવે છે વિનમાં : કોની લાગશે લોટરી? ઉત્કંઠા સાથે રાજકીય ચર્ચાઓ તેજ

વાસણભાઈને હરેશભાઈ પ્રત્યે એટલી બધી લાગણી છે કે, તાજેતરમાં બી.એસ.સી. નર્સીંગ કોર્સ ગજવાણી સ્કુલમાં મંજુરી આપવા માટે હરેશભાઈને કંઈ લેવા દેવા નહીં તેમ છતાં વાસણભાઈ મંજુરી અપાવી દેશે તેવી ખાત્રી સાથે જહેમત ઉઠાવી રહ્યા છે

હરેશભાઈ રાજ્યમંત્રીના લાડલા છે અને રાજ્યમંત્રીની સેવા પણ હરેશભાઈ તન-મન અને ધનથી સમર્પિત ભાવે કરી રહ્યાનો છે વર્તારો

ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ સંકુલના રાજકીય બેડામાં હાલમાં એક નવતર ચર્ચા સામે આવવા પામી રહી છે. અહી શહેર ભાજપ પ્રમુખ પદને લઈને હાલમાં રાજકીય ગલીયારોમાં ચર્ચા શરૂ થઈ છે.
અંતરંગ વર્તુળોમાથી બહાર આવતી માહીતી અનુસાર આ પદ માટે અહી બે નામો વચ્ચે તીવ્ર સ્પર્ધા હોવાનુ મનાય છે. હરેશભાઈ અને રમેશભાઈમાંથી કોઈ એક પણ પસંદગીનો કળશ ઢોળાઈ શકે તેમ મનાય છે.
આ મામલે સહેજ વધુ વિગતે વાત કરીએ તો વાસણભાઈની વરસોથી સેવા કરનારા હરેશભાઈનુ નામ પ્રથમ બોલાઈ રહ્યુ છે. બીજીતરફ આ હરેશભાઈ ખુદ પણ ખેાખારા સાથે કહી રહ્યા છે કે, વાસણભાઈ બેંકમા આવીને મને કહી ગયા છે કે, ચિંતા ન કરે, આ પદ તારૂ જ છે. તને જ હુ બનાવીશુ. બીજા કોઈને બનવા દઈશ જ નહી. એટલે હરીશભાઈ આ પદ પર મજબુત દાવેદાર હોવાનુ મનાઈ રહ્યુ છે. તો વળી બીજીતરફ શ્રી ધનવાણી પણ ખુદને પ્રમુખપદના હોદા માટે નિશ્ચિંત ઉમેદવાર બતાવી રહ્યા છે. અને ખુદનો ઘોડો આ પદમાં વીનમાં જ રહેશે તેવી ખાત્રીઓ ઉચ્ચારી રહ્યા છે. ત્યારે હવે રાજકીય રીતે ઉત્કંઠા જાગી છે કે, આ પદ પર કોણ મારશે બાજી..? વાસણભાઈની સેવા કરનાર હરેશભાઈ કે પછી સ્વઘોષિત જાહેર થયેલા શ્રી ધનવાણી..કે પછી બે વાંદરાની લડાઈમાં ત્રીજો ફાવી જશે..?