ગાંધીધામ શહેરની બજારના નિયંત્રણો હળવા કરો

ગાંધીધામ : છેલ્લા એક માસથી ગુજરાત સહિત આખુ ભાતર કોવિડ-૧૯ના બીજા વેવ સામે લડી રહ્યું છે. અને છેલ્લા એક અઠવાડીયાથી કોરોના કેસોમાં સતત ધટાડોઓ થઈ રહ્યો છે.દરરોજ વધુને વધુ લોકો સાજા થઈ દવાખાનાથી ડીસ્ચાર્જ લઈ રહ્યા છે. કોવિડ-૧૯ની બીજી વેવ સામેની લડત માટે ગુજરાતમાં છેલ્લા એક માસથી ગુજરાતના અસરગ્રસ્ત શહેરોની બજારોને બંધ કરવામાં આવેલ છે. અને વેપારીઓએ તેમાં સંપૂર્ણ સાથ સહકાર આપેલ છે. વેપારીઓ દ્વારા કોરોના સામેની લડાઈ માટે ગાંધીધામ શહેરની બજાર પર મુકવામાં આવેલ નિયંત્રણો મુકવા જરૂરી હતા તેના વિરોધ્ધી નથી પરંતુ હાલની પરિસ્થિતિમાં વેપારીઓને ધરખર્ચ ચલાવવા, દુકાન ભાડુ, બેંકના વ્યાજ વગેરે ભરવુ ખુબ મુશ્કેલ થઈ રહ્યું છે. અને સામાન્ય લોકોને પણ જરૂરી ચીજવસ્તુ માટે ગાંધીધામ શહેરની બજાર બંધ હોવાથી આસપાસના શહેરમાં જવાની ફરજ પડે છે. જેથી ગાંધીધામ શહેરના વેપારીઓનો માલ દુકાનોમાં પડ્યો ખરાબ થાય છે અને આજુબાજુના શહેરોમાં માલની અછત વર્તાય છે જેથી વેપારી તથા સામાન્ય લોકો બન્નેને મુશ્કેલીઓ થઈ રહેલ છે. વધુમાં ગાંધીધામ શહેરની આસપાસ કંડલા એસ.ઈ.ઝેડ.,
મીઠીરોહર જી.આઈ.ડી.સી. અને અન્ય નાના મોટા ર૦૦ જેટલા ઔદ્યોગિક એકમો આવેલ છે. જે ઔદ્યોગિક એકમોને જરૂરી માલ-સામાન તથા ટેકનીકલ સ્પેર પાર્ટ ગાંધીધામ શહેરની બજારો પુર પાડતી પરંતુ હાલે ગાંધીધામની બજારો બંધ હોવાથી ઔદ્યા ેગિક એકમોને પણ સુચારૂ રીતે કામ કાજ કરવા માટે મુશ્કેલીઓ આવી રહી છે. આથી આ પત્ર લખવાની ફરજ પડેલ છે.ગાંધીધામ શહેરના વેપારીઓની નમ્ર અરજ છે તા.૧ર/પ થી કોવિડ-૧૯ સામેની લડત માટે અમલમાં આવનારી ગુજરાત માટેની નવી નીતીમાં ગાંધીધામ શહેરની બજારોને એસ.ઓ.પી. સાથે સવારે ૮ થી બપોરે ર વાગ્યા સુધી ચાલુ રાખવાની મંજુરી આપશો તેવું વેપારી મંડળ વતી રાજુભાઈ ચંદનાની ની યાદીમાં જણાવાયું છે.