ગાંધીધામ ભાજપ શહેર પ્રમુખ મુદ્દે અટકળો તેજ : થનઘનભુષણો મેદાનમાં : કોની લાગશે લોટરી ?

ફોટોશેશનવાળાઓને સ્થાન મળવા બાબતે જાેખમ જ રહેશે, કારણ કે  જિલ્લા પ્રમુખ બીજીટર્મ હોવાથી બહુ જ અનુભવ ધરાવી રહ્યા છે એટલે કાર્યકરોને મેરીટના ધોરણે જ સ્થાન મળવાની મજબુત છે સંભાવના :  હિન્દીભાષીને સ્થાન મળવાના ઉજળા સંજાેગો : લોબીંગ-લાગવક કરતા ન હોવાથી તેમના તરફે વધુ ધ્યાન જવાની સંભાવના :  ગઢવી-જૈન-સીંધી સમાજમાંથી ચર્ચાતા નામોની વચ્ચે નવા જ વર્ગને તક મળી જવાની રાજકીય વિશ્લેષકોની અભ્યાસપૂર્વકની ટકોર : ધારાસભ્યશ્રી મોમાયાભાઈ ગઢવીનુ નામ કરે છે આગળ, તો સુરેશભાઈ શાહ પણ નોંધાવી રહ્યા છે દાવેદારી : પરંતુ એક વ્યકિત-એક હોદાની નીતી ભાજપની હોવાથી ધારાસભ્યશ્રીની ભલામણ બાદ પણ મોમાયાભાઈ ગઢવી માટે બની રહ્યા છે કપરાચઢાણ તો ભુજ-અંજારમાં જૈન સમુદાયને તક આપી દીધી હોવાથી સુરેશભાઈની શકયતાઓ પણ બની રહી છે નબળી

ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક હબ સમાન ગાંધીધામ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને લઈને રાજકીય ગલીયારોમાં ફરીથી ગરમાગરમ ચર્ચાઓના પડીકા ખુલવાના શરૂ થવા પામી ગયા છે. અહીના સીટીંગ પ્રમુખ નગરપાલિકામાં કારોબારી ચેરમેન પદે નિયુકત થવા પામતા પક્ષની પ્રણાલી એક વ્યકિત એક હોદા અનુસાર આ પદે બીજાને જવાબદારી આપવાની નીતી અખ્ત્યાર કરવાની જ રહે અને તેના ભાગરૂપે જ હવે સંકુલમાં આ પદને લઈને અટકળો તેજ બની જવા પામી ગઈ છે તો વળી બીજીતરફ સ્વઘોષિત થનગનભુષણો પણ મેદાનમાં આવી ગયા છે અને ખુદના નામો આ પદ માટે આગળ હોવાની ચર્ચાઓ કરી-કરાવી રહ્યા છે ત્યારે હકીકતમાં શહેર ભાજપ પ્રમુખ પદે કોની લોટરી લાગશે તે મામલે ચાલતી ચર્ચામાં ડોકીયું કરવુ રસપ્રદ જ બની રહે તેમ છે.

આ અંગે સહેજ વિગતે વાત કરીએ તો ગાંધીધામના ભાજપ શહેર પ્રમુખપદે આરૂઢ થવા કઈક દાવેદારો અને કેટલાય જણા લાગવગ અને બનતા બધા પેંતરા-હથકંડાઓ અજમાવવાના શરૂ કરી દીધા છે. પરંતુ કોની લોટરી લાગશે તે તો આવનારો સમય જ કહી શકશે. હલચલની ભીતરમાં વાત કરીએ તો શહેર પ્રમુખપદ માટે ધારાસભ્ય મોમાયા ગઢવીનુ નામ આગળ કરી રહ્યા છે તો બીજીતરફ મજબુત નામ તરીકે સુરેશભાઈ શાહની દાવેદારી હોવાનુ કહેવાય છે.  આ વાતમાં સાચુ શે તે તો ધારાસભ્ય જ જાણે પણ ચર્ચા ચોકકસથી આવી ચકડોળે ચડેલી હોવાનુ જાણવા મળે છે. જે નામો જે રીતે ચર્ચામાં છે તેના પરથી નકકી થાય છે કે આપણા ધારાસભ્યને કેાની રજુઆત, કયા-કેવી રીતે કરવી અને કેટલી સફળ રહેશે તેની તેઓને સમજણ નથી અથવા તો પછી તેઓના પદનો અન્ય કોઈ લાભ લઈ રહ્યા હોય તેમ દેખાય છે.  કારણ કે, માત્ર પોતાને વ્હાલા હોય એટલો નામો આગળ કરી દીધા એમ ન હોય..! પક્ષની નીતી અને પોલીસીને પણ ધ્યાને રાખવી પડતી હોય છે.

આ પાછળના કારણની વાત કરીએ તો અહી છાતી ઠોકીને કહી શકાય કે, મોમાયાભા ગઢવી જેવા બાહોશ અને હોશિયાર વ્યકિત આખુ કચ્છ ફરી આવીએ તો પણ શોધ્યા ન મળે, પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, મોમાયા ભા ખુદ એક અન્ય મહત્વનો હોદેા ધરાવી રહ્યા છે અને પક્ષની પોલીસીમાં તેઓ આપોઆપ જ કપાઈ જાય તેમ છે. મોમાયાભા ગઢવી ખાદીઉદ્યોગમાં ડાયરેકટર પદે સેવારત રહેલા છે. અહી યાદ અપાવવાની જરૂર નથી કે ભાજપમાં એક વ્યકિત-એક પદની નીતી અમલી છે અને પ્રદેશમાં પાટીલરાજ આવ્યા પછી તો તેની ચુસ્તપણે કડક અમલવારી પણ થઈ રહી છે. આ ઉપરાંત જાતીગત સમીકરણોને લઈને જાે વાત કરીએ તો પણ ગઢવી સમુદાયને હાલમાં સારા હોદાઓ અપાયેલા જ છે. મુંદરા તાલુકા ભાજપના પ્રમુખ ગઢવી છે, તેઓના જ ધર્મપત્ની જિલ્લા પંચાયતમાં શિક્ષણ સમિતી સહિતના મોભાદાર પદો ભોગવી ચૂકયા છે તો વળી હાલમાં પણ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પદે પણ મહેન્દ્રભાઈ ગઢવી બિરાજમાન છે. આવા  સમીકરણોને જાેતા ધારાસભ્યની ભલામણ બાદ પણ મોમાયાભા ગઢવીને માટે પ્રમુખપદ હાંસલ કરવું કપરાચઢાણ સમાન બની રહેશે. તેવી જ રીતે બીજુ નામ જે સુરેશભાઈ શાહનુ બોલાઈ રહ્યુ છે તેઓ પણ અનુભવી અને જાણકાર તથા નગરપાલીકામાં પણ પ્રમુખપદે સેવારત રહી ચૂકેલા મોભી છે, પરંતુ તેઓના જૈન સમુદાયની વાત કરીએ તો જીલ્લામાં સંતોષકારક પ્રતિનિધિત્વ અપાયલું જ દેખાઈ રહ્યુ છે.  ભુજ શહેર ભાજપ પ્રમુખ શિતલભાઈ શાહ(જૈન છે), જયારે અંજાર શહેર ભાજપ પ્રમુખ ડેનીભાઈ શાહ(જૈન છે). એટલે જૈન સમુદાયમાથી આવતા સુરેશભાઈ શાહને પણ ગાંધીધામ શહેર પ્રમુખપદે બિરાજમાન થવું કઠીન જ બની રહે તેમ હાલતુરંત દેખાઈ રહ્યુ છે. ત્યાર બાદ સીંધી સમુદાયની વાત કરીએ તો ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ જ હાલમાં સીંધી મહિલા જ બિરાજમાન છે. એટલે સીંધીને તક મળે તે પણ નહિવત સમાન જ દેખાય છે. આવા સમીકરણોની વચ્ચે પ્રબુદ્ધ અને રાજકીય તજજ્ઞોની વાત માનીએ તો ગાંધીધામ સંકુલ પંચરંગી પ્રદેશ મનાય છે. તેની લઘુ ભારત કહેવાય છે. અહી હિન્દીભાષી વર્ગની વસ્તી પણ વિશાળ છે. ત્યારે પી.કે.મુખરજી બાદ હિન્દીભાષીને આવા પદ પર સેવા કરવાની તક લગભગ લગભગ મળી જ ન હોવાનો ઈતિહાસ છે. પી.કે. મુખરર્જી બાદ હિરાભાઈ હતા કે જેઓ હિન્દીભાષીઓ પર સારૂ પ્રભુત્વ ધરાવતા હતા પરંતુ તે બાદ કોઈ જ મજબુત પ્રતિનિધિત્વ હિન્દીભાષીઓનુ ગાંધીધામ વિસ્તારમાં જાેવાયુ ન હોવાથી આ વખતે તે સમુદાયને તક મળે તેવી સંભાવનાઓ ઉજળી થવા પામી છે. આ સમુદાયની સેવાભાવના પણ સંકુલ ભુલી શકે તેમ નથી. કોરોનાની મહામારીમાં લડવા માટે ગાંધીધામ વિસ્તારમાં હિન્દીભાષીઓએ સારૂ યોગદાન આપીને મદદ કરેલી છે.મહામારીને કાબુમાં લેવા મોટ પણ તેમનો સારો ફાળો રહેલો છે. અહી યાદ અપાવી શકાય કે જયારે શ્રમિકો વતન ભણી દોટ માંડી મહામારીના પ્રથમ લહેરના ભય વખતે ત્યારે આ શ્રમિકોને માટે હિન્દીભાષીઓએ સારામાં સારી મદદ કરી હતી જેની નોધ દિલ્હી સુધી લેવાઈ હતી. આવા તમામ સમીકરણોને જાેતા શહેર પ્રમુખપદે હિન્દી ભાષીને સ્થાન મળે તેવી શકયતાઓ વધી જાય છે. યુપી-બિહારમાં પણ ભાજપની જ સરકાર છે તે સમીકરણને પણ ધ્યાનમાં લઈ અને પક્ષ વિચાર કરે તો હિન્દીભાષી પર પસંદગીનો કળશ ઢોળાઈ જવાની સંભાવનાઓ વધારે ઉજળી કહી શકાય તેમ છે. જાે કે, ભાજપ અને તેમાં પણ પ્રદેશમાં પાટીલ અને જીલ્લામાં કેશુભાઈ પટેલનું નેતૃત્વ હોય ત્યારે લાગવકીયા, નેતાઓના ચમચા, કદમપોશી કરનારાઓ અથવા તો સૌથી વધારે ચર્ચાતા નામો વાળા કપાઈ જાય અને કોથરામાંથી બીલાડું જ નીકળે અને આ બધાયથી નવુ જ નામ કોઈ મુકાઈ જાય તો પણ નવી નવાઈ નહી કહેવાય તેવુ રાજકીય બેડામાં મનાય છે.