ગાંધીધામ બી ડીવીઝન વિસ્તારમાં ભ્રષ્ટ તોડબાજ ભાવિનને માથાના મળેલા ટ્રાન્સપોર્ટસે ધોળા દિવસે તારા દેખાડયા..!

  • શેરને માથે સવાસેર હોય જ છે..તે આનું નામ..!

બેઝઓઈલના પ્રકરણમાં ટ્રાન્સપોર્ટરથી તોડ કરનાર ભ્રષ્ટ ખાખીધારીઓની હાલત બકરી ડબ્બામાંને પુછડી બહારની.., આખોય મામલો નામદાર અદાલત સમક્ષ પહોંચતા ભ્રષ્ટ ખાખીધારીઓમાં ફેલાયો ફફડાટ : પોલીસની ખોટી કનડગત-લુંટની સામે ફરીયાદ કરનારા ટ્રાન્સપોર્ટરની હિંમતને દાદ દેવી પડે

પૂર્વ કચ્છમાં ભ્રષ્ટ ખાખીધારીઓનો ત્રાસ તો જુઓ : ટ્રાન્સપોર્ટરને આ ભ્રષ્ટચારીઓએ કેવી કેવી પજવણીઓ કરી હશે કે, સમાજના આગેવાનોએ ભલામણ કરી છતા ટ્રાન્સપોર્ટર ટસના મસ ન થયા, માનવા તૈયાર જ ન થયા, અને કેસ કરવાનો જ ખાખીધારીઓને કર્યો આગ્રહ..! : વિચાર તો કરો ભ્રષ્ટ ખાખીવાળાઓની આ તે કેટલી બલિહારી..! આવી રીતે ગાંધીધામ સંકુલમાં કોઈ ટ્રાન્સપોર્ટર કે વેપારી ધંધો કરે તો પણ કેવી રીતે?

હું મરીશ તો બધાને લઈને મરીશ : ભાવિન ફસાયો અને ભાગીદારોને તેણે કહી દીધું કે, હું ફસાઈશ તો તમને પણ લઈ જઈશ, એટલે હવે મને છોડાવો

ગાંધીધામ : ખાખીના જોરે આડેધડ ખનખનીયાઓ ઉઘરાવતા ભ્રષ્ટ વહીવટદારોને માટે ગાંધીધામના ભાવિનની સાથે બનેલો કિસ્સો લાલબત્તીરૂપ રીતે સામે આવવા પામી રહ્યો છે. બેજઓઈલના પ્રકરણમાં ગાંધીધામના ભ્રષ્ટ ભાવિન દ્વારા દોઢલાખ લેવાયા પણ એ તેને ભારે પડી ગયા હોવાનો કિસ્સો હાલમાં સબંધિત બેડામાં ભારે ચર્ચા જગાવી રહ્યો છે. સૌ પ્રથમ આ ઘટનાક્રમની ભીતરમાં ડોકીયુ કરીએ તે પછી આ આખાય પ્રકરણમાંં ભ્રષ્ટ ખાખીધારીઓ પર ટ્રાન્સપોર્ટર શેરને માથે સવાસેર કેવી રીતે બન્યા અને કેમ ભ્રષ્ટ ભાવિનની ટોળકીની બકરી ડબ્બામાં ને પુછડી બહાર થઈ છે તે અંગે વિગતવાર વાત કરીશુ.પહેલા આ તોડબાજીની ઘટનામાં સહેજ ડોકીયુ કરીએ તો અંદાજે આજથી અંદાજે એકાદ મહિના પહેલાના સમયે ગાંધીધામ હાઈવે પર એક રોડલાઈન્સની ટ્રાન્સપોર્ટર પેઢી દ્વરા ટેન્કરમાથી ટાંકીમાં બેઝઓઈલ સિફટ કરવામા આવી રહ્યો હતો તે સમયે જ અહીના ભ્રષ્ટ અને પલળેલા ખાખીધારી તરીકે જેનુ નામ પંકાયેલ છે તેવો ભાવિન ત્યા પહોચી ગયો અને ટ્રાન્સપોર્ટરને બેજઓઈલ ટેન્કરમાથી ટાંકીમા ઠાલવતા રંગે હાથ પકડયો હોવાનુ કહેવાય છે. તે વખતે મામલો રફેદફે કરવાને માટે ૧૦ લાખની રકમની માંગણીથી વાટાઘાટો શરૂ કરવામા આવી જે ચર્ચાના અંતે દોઢ લાખમાં નકકી કરવામાં આવી હતી. જો કે, મજાની વાત તો એ છે કે, બાદમાં આ ઘટના સબંધિત પોલીસ મથકના પીએસઆઈકક્ષાએ પહોંચવા પામી ગઈ હતી. પરંતુ તે વચ્ચે ટ્રાન્સપોર્ટર દ્વારા પણ જે કઈ કાયદેસરની પ્રક્રીયાઓ આટોપવાની હતી તે આટોપી લીધી અને સીલ મારવાના હતા તે પણ મારી લીધા હતા. તે વખતે બી ડીવીજનના પીએસઆઈ શ્રી કરંજીયા આ ગાડીના મુદામાલમાં ૪૧ વન ડીનો ગુન્હો દાખલ કરી, શંકાસ્પદ માલ તરીકે પોલીસ મથકે લઈ ગયા હતા.પરંતુ જાણકારો કહે છે કે, ત્યા પણ પૈસા બાબતે રકજક થવા પામી હતી.પરંતુ તે પછી ટ્રાન્સપોર્ટર પણ અડી ગયા અને કહ્યુ કે, હવે પૈસા બેસાની વાત જ કેવી? હવે તો તમે કેસ જ કરો. આ બાબતે શુ રીપોર્ટ આવ્યો, ટ્રાન્સપોર્ટર પર કેસ થયો કે નહી, પરંતુ ટ્રાન્સપોર્ટર દ્વારા ભાવિનને દોઢ લાખ જે વખતે અપાયા તે વખતનો વીડીયો ઉતારી લીધો હોવાથી ટ્રાન્સપોર્ટર પર સામાજીક રીતે પણ આ કેસને દબાવી દેવાનુ અઢળક પ્રેસર આવી જવા પામી ગયુ હોવાનુ કહેવાય છે.એટલે ખાખીના જોરે આડેધડ ખનખનીયા લઈ લેનારા વહીવટદારોને માટે આ કીસ્સો એકરીતે લાલબત્તી સમાન જ બની જવા પામી રહ્યો છે. અહી ટ્રાન્સપોર્ટર પણ અડી ગયા અને પાણી દેખાડતા પોલીસકર્મીઓ પણ સાણસામાં અને મુંજવણવાળી સ્થિતીમાં જ મુકાઈ ગયા હોવાનો વર્તારો સામે આવી ગયો છે.બી ડીવીઝન વિસ્તારમાં થાડેા સમય પહેલા ગાજેલુ ભ્રષ્ટ ભાવિનનું આ બેજઓઈલ ટેન્ડર તોડકાંડ હવે ન્યાયાલય કક્ષાએ પહોંચી જવા પામ્યુ છે અને તેમાં અદાલતે ભ્રષ્ટ સિન્ડીકેટનો બરાબરનો ઉધડો લીધો હોવાનુ મનાય છે તેથી જ હવે આ આખુય કાંડ પોલીસને માટે ગળાનું હાડકુ જ બની જવા પામી ગયુ છે.હાલમાં ભ્રષ્ટ ભાવિનની પણ હાલત બકરી ડબ્બામાં ને પુછડી બહાર જેવી જ થઈ જવા પામી ગઈ હોવાનુ કહેવાય છે. આ તબક્કે સબંધિત વર્ગમાં ગણગણાટ સાથે હવે પ્રશ્નો ઉભા થવા પામી રહ્યા છે કે, બેજઓઈલના પ્રકરણમાં તોડ કરનાર ખાખીધારીની વાસ્તવિક રીતે નોકરી કયા બોલતી હતી? અને તોડ કેવી રીતે કરી? કહેવાય છે કે, નોકરીનું સ્થળ તોડબાજ ખાખીધારીનું બીજે બોલતુ હતુ અને બી ડીવીઝન વિસ્તારમાં તેણે મસમોટી તોડ કરી લીધી હતી. જો કે, સામે પક્ષે ટ્રાન્સપોટર્ર પણ શેરને માથે સવાસેર જેવા માથાના જ મળી જતા તેનાથી લીધેલ નાણા પરત ડબલ કરીને આપવાની બાદમાં તૈયારીઓ ભ્રષ્ટ ખાખીધારીઓએ દર્શાવી હતી તે માટે જે-તે ટ્રાન્સપોર્ટરને સમાજના આગેવાનોએ પણ સમજાવવાની બહુજ કોશીષ કરી તેમ છતા ટ્રાન્સપોર્ટર માનવા તૈયાર જ ન થયા અને ભ્રષ્ટ ખાખીધારીઓની પજવણી અને કનડગતો સામે લડી લેવાનુ જ મન બનાવી લીધું હતુ. આ ટ્રાન્સપોર્ટર દ્વારા તોડબાજ ખાખીધારી અને તેના મળતીયાઓને ધોળા દીવસે તારા દેખાડી દીધા છે. જાણકારો કહી રહ્યા છે કે, અંતે હવે મામલો કોર્ટમાં પહોચતા શ્રી ન્યાયાધીશ પાસે ભોગગ્રસ્તે ખુદની ભ્રષ્ટ ખાખીધારીની પજવણીની આપવીતી વર્ણવતા નામદાર અદાલતે પણ બરાબરની લાલઆંખ કરતા હવે આ ભ્રષ્ટ પોલીસની હાલત જેાવા જેવી થઈ છેે.જે ભ્રષ્ટ ખાખીધારીની નોકરી ગાંધીધામ હેડકવાટર બોલે છે , જેને બેઝઓઈલ પકડવાની બી ડીવીઝન વિસ્તારમાં કોઈ સત્તા પણ નથી તેમ છતા આ ભ્રષ્ટ પોલીસ અહી પોતાનો મેળ કરી ગયો હોવાનુ ચર્ચાય છે. કહેવાય છે કે, આ મહાશય તો ગોર મહારાજ જેમ લાગે છે. જન્મે તો પણ મારૂ શુ? ને મરે તો પણ મારૂં શુ? હાલમાં આ પ્રકરણમાં આ ગોર મહારાજ પણ બરાબરના જ ફસાયા છે. જાણકારો કહી રહ્યા છે કે, આ કેસમાં કોર્ટ પોતા પાસે જ તપાસ રાખીને કડકાઈથી તપાસ કરે તો આ ભ્રષ્ટાચારીઓમાં ભય પેદા થાય.જાણકારો કહી રહયા છે કે, આ જે કર્મચારીઓના નામો આવ્યા છે, તે ખરેખર ધોળા દીસવે લુંટ જ કરે છે. કહેવાય છે કે, ટ્રકચાલકને માર મારી અને જયારે ખાખીના નામે લુંટ ચલાવતો હતો ત્યારે તત્કાલીન આઈજીશ્રીએ આ ભાવીનને રંગે હાથ પકડી પાડયો હતો તે વખતે પણ અમુક ભ્રષ્ટ અધિકારીઓએ છોડાવ્યો હતો તે પછી પણ સુધરવાનુ નામ નથી લેતો અને હવે પાપ ભરાઈ જતા તેને માથાના ટ્રાન્સપોર્ટર બરાબરના ભેટી ગયો છે.કહેવાય છે ને કે આ બેલ મુજે માર, ભાવિને ખુદ તો બરાબરનો મેળ કરી જ લીધો પરંતુ ટ્રાન્સપોર્ટરથી પૈસા લીધા બાદ તેણે બી ડીવીઝનવાળાને પણ કીધુ કે મે મારો સારો મેળ કરી લીધો છે, તમે પણ મેળ કરી લેજો. પછી પીઆઈશ્રીએ પણ ટ્રાન્સપોર્ટરને કનડગતો કરી તેને પણ મેળ કર્યા પછી આવ્યા ડીવાયએસપી તે મેળ કરવા જતા ફરીયાદીએ કંટાળીને કોટનો આસરો લીધોને કોર્ટ પણ ફરીયાદીની આપવીતી સાંભળીને અચંબામાં પડી ગઈ અને કોર્ટે પગલા લેતા ભ્રષ્ટાચારીઓનો પસીનો છુટી ગયો હોવાનુ મનાય છે.જેઓની નોકરી બીજે બોલે છે તેઓ કટકી માટે કરીને રીતસરની લુંટ જ કરતા હોવાનો આ મામલો સચોટ રીતે સામે આવ્યો હોવાનુ દેખાય છે. કહેવત છે કે, શેરની માથે સવાસેર તો હોય જ છે તે પણ આ કેસમાં ભ્રષ્ટ ખાખી પર ટ્રાન્સપોર્ટર ભારી પડતા હવે આ બરાબરનું પુરવાર થતુ જોવાઈ રહ્યુ છે.