ગાંધીધામ ઝુલેલાલ મંદિર ટ્રસ્ટનું કોવિડ કેર સેન્ટર દરીદ્રનારાયણ માટે આર્શીવાદરૂપ

  • પૂર્વ કચ્છના કોવિદ દર્દીઓ માટે લીલાશા બાદ બીજો મોટો હા..શ..કારો..!
    રપ બેડની તમામ જરૂરી સુવિધાઓ સાથે શરૂ થયેલ કોવિદ કેર હોસ્પિટલમાં તદન ટોકન-રાહત ભાવે થાય છે સારવાર : અન્યત્ર બેથી ત્રણ લાખના ખર્ચાની સામે અહી રપથી ૪૦ હજારમાં દર્દીની થઈ જાય છે સારવાર : લેબટેસ્ટ-બે ટાઈમ ભોજન-સવારનો નાસ્તો, ફ્રુટ-ઉકાળો, જયુશ સહિતનો કરી દેવાયો છે સમાવેશ

ઝુલેલાલ મંદિરના શ્રેષ્ઠ કુંદનભાઈ ગ્વાલાણીની ટીમની સખાવતભરી સેવાભાવના સરાહનીય : રાઉન્ડ ટેબલ ઈન્ડીયા ગ્રુપ નામની એનજીઓ પણ આવી છે સ્વયં ભુ હોસ્પિટલની વહારે : બાયપેપ-ઓકિસજન કોન્સનટ્રેટરની અપાઈ છે ભેટ

ઝુલેલાલ મંદિર ટ્રસ્ટ દ્વારા મોહિત હોસ્પિટલની સાથે ટાઈઅપ કરીને શરૂ કરાયેલી સેવામાં હાલમાં ૧પ દર્દીઓ લઈ રહ્યા છે સારવાર : માઈલ્ડ અને મોડરેટ દર્દીઓને અપાય છે ત્વરિત જરૂરી સારવાર : ડો. રાજેશ ખત્રી, ડો મોહિત ખત્રી, ડો. મૌનિસ ખત્રીની સેવા સરાહનીય : ડો. મુકેશ ભાટીયા ફજીયોથેરાપીસ્ટ પણ થયા સેવારત

ગાંધીધામ : કોરોનાની મહામારીમાં સરકારની વહારે અલગ અલગ સંસ્થાઓ મદદે આવીને ઉભી છે ત્યારે પૂર્વ કચ્છમાં પણ લીલાશા કોવિદ કેરની અદભુત અને સરાહનીય સેવાઓ બાદ હવે ગાંધીધામમાં પ્રતિષ્ઠીત એવા ઝુલેલાલ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ અહીની બહુ વિશ્વસનીય મોહિત હોસ્પિટલ સાથે જોડાણ કરી અને રપ બેડની કોવિદ હોસ્પિટલ પાછલા ચાર દીવસથી શરૂ કરવામા આવી છે. લીલાશા કુટીયા કોવિદ હેાસ્પિટલ બાદ અહીની આ કોવિદ કેર સેન્ટર દરિદ્રનાયરાણોને માટે આર્શીવાદરૂપ પુરવાર થવા પામી રહી છે.આ અંગે ઝુલેલાલ ટ્રસ્ટ અને મોહિત હોસ્પિટલના જોડાણ સાથે કાર્યરત થયેલી હોસ્પિટલની વિશેષતાઓની વાત કરીએ તો અહી રપ બેડ ઓકિસજન સાથેના ઉપલબ્ધ કરાવાય છે અને અન્યના પ્રમાણમાં ટોકન રકમ વસુલીને દર્દીઓની સેવા કરવામા આીવ રહી છે. કોરોનાની સારવાર અન્યત્ર કરવામા આવે તો મોટાભાગે બેથી ત્રણ લાખનો ખર્ચે સહેજે સહેજ થવા પામી જતો હોય છે ત્યારે અહી માઈલ્ડ અને મોડરેટ દર્દીઓને સારવાર અપાઈ રહી છે અને તેમા દૈનિક ચાર હજારના ખર્ચે દર્દીને સારવાર અપાઈ રહી છે અને તેમા લેબ ટેસ્ટ તદન ફ્રી કરી દેવાયા છે તો વળી આ જ પેકેજમાં દર્દીને માટે બે ટાઈમ જમવાનુ, નાસ્તો, ઉકાળા, ફ્રુટ તથા ફુટ જયુસ સહિતની તમામ સવલતો કોમ્પલીમેટરી આપવામાં આવી રહી છે. એથી વિશેષ કોઈ ગરીબ દર્દી છે કે જે પૈસા આપી શકે તેમ નથી તેવા દર્દીઓને તદન એક રૂપિયા ટોકનમાં અહી કોરોનાની સારવાર આપવામાં આવી રહી હોવાનુ સમિતી દ્વારા જણાવાયુ છે.
નોધનીય છે કે, અહી ડો. રાજેશ ખત્રી, મોહિત ખત્રી અને મૌનિસ ખત્રી સેવાઓ આપી રહ્યા છે. આ ઉપરાંત ડો. મુકેશ ભાટીયા ફિજીયોથેરાપીસ્ટ પદે સેવા આપી રહ્યા છે. ઝુલેલાલ ટ્રસ્ટ સંચાલિત આ કોવિદ કેર સેન્ટરમાં શ્રેષ્ઠી કુંદનલાલ ગ્વાલાણી, દર્શનભાઈ ઈશરાણી(અર્જન સ્ટોરવાળા) સહિતનાઓના માર્ગદર્શન હેઠળ સેવાભાવી ટીમ રાત દીવસ સતત સક્રીય બનેલી છે. તો વળી આ સંસ્થામાં બાયપેપ અને ઓકિસજન કન્સનટ્રેટરની સેવાઓ રાઉન્ડ ટેબલ ઈન્ડીયા નામના એનજીઓ દ્વારા ભેટ આપીને સહકાર અપાયો છે.પૂર્વ કચ્છમાં આ રીતે તદન ટોકન ભાવ પર શરૂ કરવામા આવેલી સેવા કોરોનાથી પીડતા દર્દીઓને સારવાર માટે આર્શીવાદરૂપ જ પુરવાર થવા પામી રહેશે તેમ કહેવુ અસ્થાને નહી કહેવાય.