ગાંધીધામ ગુરૂનાનક સિંઘ સભા દ્વારા કંડલામાં ૩થી ૪ હજાર ડ્રાઈવર-ક્લિનરોને માટે કરાઈ ભોજનની વ્યવસ્થા

0
32

ગાંધીધામ : કેન્દ્ર સરકાર દ્વારા ઘઉંની નિકાસ પર એકાએક પ્રતિબંધ લદાતા દિન દયાલ પોર્ટ એટલે કે, કંડલા પોર્ટ પર લાખો ટન ઘઉં અટકી પડયા છે. ઘઉં લઈને આવેલા હજારો ટ્રકોના પૈડા પણ થંભી ગયા હોઈ ડ્રાઈવરક્લિનરોની હાલત કફોડી બની છે. કાળઝાળ ગરમી વચ્ચે ડ્રાઈવરક્લિનરો વગર વાંકે હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે. ત્યારે ગાંધીધામ ગુરૂનાનક સિંઘ સભા દ્વારા લોકોની વ્હારે આવતા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગાંધીધામ ગુરૂનાનક સિંઘ સભા સેવાકાર્યો અને જરૂરિયાત મંદોને મદદરૂપ થવામાં હરહંમેશ અગ્રહરોળમાં રહે છે. કેન્દ્ર સરકાર દ્વારા ઘઉંની આયાત પર એકાએક પ્રતિબંધ મુકાતા કંડલા પોર્ટ આસપાસ હજારો ટ્રકટ્રેઈલરના પૈડા થંભી જતાં ૩થી હજાર જેટલા ડ્રાઈવરક્લિનરોની હાલત કફોડી બની છે. ડ્રાઈવર ક્લિનરોને ભુખ્યા રહેવું પડે તે માટે ગાંધીધામ ગુરૂનાનક સિંઘ સભા દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં તરજીતસિંઘ, મોહનસિંઘ, મોહિન્દરસિંઘ, સતપાલસિંઘ, અરચરણસિંઘ, વિકી કાલરા, જયંતસિંઘ, ગુરૂનેકસિંઘ સહિતનાઓ જહેમત ઉઠાવી ડ્રાઈવરક્લિનરોને ભોજન પહોંચાડી રહ્યા છે.