ગાંધીધામ-કંડલા હાઈવે પર અજાણ્યા ટ્રેઈલર હડફેટે એકનું મોત

The imaginary basketball arena is modelled and rendered.

હનુમાનજી મંદિર પાસે પૂરપાટ જતા ટ્રેઈલરે બાઈકને હડફેટે લેતા બન્યો ગમખ્વાર બનાવ

ગાંધીધામ : કંડલાથી ગાંધીધામ તરફ આવતા માર્ગ પર હનુમાનજીના મંદિર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ વેગે દોડતા ટ્રેઈલરે યમદૂત બનીને બાઈક ચાલકને હડફેટમાં લેતા તેનું કરૂણ મોત નિપજ્યું હતું. બનાવને પગલે કંડલા મરીન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામ-કંડલા હાઈવે પર હનુમાનજીના મંદિર પાસે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં હતભાગી હુશેન રસુલભાઈ મેર પોતાના કબજાની જીજે૧ર-ઈજી-૪૩રર નંબરની બાઈક લઈને જતા હતા તે દરમિયાન અજાણ્યા ટ્રેઈલર ચાલકે પૂરઝડપે અને બેદરકારી પૂર્વક વાહન હંકારીને બાઈકને હડફેટમાં લીધી હતી. જેમાં હતભાગી હુશેનને માથામાં, સાથળમાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. આરોપી ટ્રેઈલર ચાલક અકસ્માત નોતરીને નાસી છૂટ્યો હતો. બનાવને પગલે એઝાજ આમદભાઈ મેરે કંડલા મરીન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. જેને પગલે પીઆઈ એ.જી. સોલંકીએ આગળની તપાસ હાથ ધરી છે.