ગાંધીધામ એ-બી ડીવીઝન પટ્ટામાં દારૂના ધંધા પુરજાેશમાં

વિજિલન્સની રેડ પડયા બાદ લાજ આવી હોય તેમ ધંધા બંધ કરાવ્યાના ડોળની વચ્ચે જ નામીચા  તથા ભાગેડુ જાહેર થયેલાઓને પોઈન્ટ ધમધમાવવાની છુટ અપાઈ ગઈ હોવાની ચકચાર : ગુજરાતના બુટલેગરો અને તેમાં અમદાવાદના જીતુ ઉપરાંત બીજા દારૂના ઠેકેદારો સીધી પોતે જ ગાડી ભરીને આવી જાય છે. કારણ કે અહીંના ધંધાદારીઓ રોકડામાં જ માલ લઈ લે છે એટલે બુટલેગરોને કચ્છમાં જ વધુ માલ લેનાર હોઈને કોઈની બીક પણ ન હોવાથી અહી મજા લે છે

અમદાવાદના જીતુનો દારૂનો ધીકતો ધંધો

તો વળી મેઘપર બોરીચી આસપાસમાં અર્જુન-લાકડીયા પટ્ટામાં જીતુ,  રાપર-વાગડમાં દીપુડો- તો પડાણા આસપાસમાં મનુના ઠેકાઓ મંજુર

ગાંધીધામ :  ગાંધીધામ વિસ્તારમાં દારૂનો ધંધો ખુબ ફુલ્યો ફાલ્યો જ છે. અહી અમદાવાદના જીતુના દારૂના ધંધાની પણ બોલબાલા જ મનાઈ રહી છે. ફુલફોર્સમાં જીતુનો દારૂનો ધંધો વકરી ગયો છે. તો વળી ગાંધીધામ આસપાસમાં મેઘપર બોરીચી વિસ્તારમાં અર્જુન, લાકડીયા પટ્ટામાં પણ જીતુ તો રાપર વિસ્તારમાં દીપુના દારૂની રેલમછેલ જ થવા પામી રહી હોવાની ચકચાર ઉઠી રહી છે. તો વળી પડાણા આજુબાજુના વિસ્તારમાં મનુના દારૂની ડીમાન્ડ ખુબ જ વધેલી હોવાનુ મનાય છે.

ભાગેડુ શિવરાજના ધંધાને મળી છુટ

ગાધીધામ : ગાંધીધામ સંકુલમા અખાઉ દારૂના ધંધાને લઈને અનેક વખત ચકચારમાં આવી ચૂકેલ શિવરાજ નામનાો શખ્સ કે જેને હાલમાં વોન્ટેડ-ભાગેડુ જાહેર કરી દેવાયો છે તેના નામે ધંધાઓ મોટાપાયે ધમધમી રહ્યા હોવાનુ કહેવાય.

કચ્છમાં રોજની ૧૦-૧પ ટ્રકો ઠલવાય છે દારૂ

ગાંધીધામ :  કચ્છમાં દારૂનો ધંધો કેટલી હદે વકરી ચૂકયો છે તેનો અંદાજ જાણકારોમાં થતી આ પ્રકારની ચર્ચા પરથી જ ખ્યાલ આવી શકે છે. કહેવાય છે કે, હાલમાં દૈનિક કચ્છમાં ૧૦થી ૧પ જેટલી ટ્રકો ભરી ભરીને દારૂ ઠલવાઈ રહ્યો છે. જેની આખાય કચ્છમાં ડીલેવરી આપવામાં આવી રહી છે. તેમાય અમુક જણા તો માલની ટ્રક લઈ આવે અને પછી ગ્રાહક શોધીને જે ભાવ અને રોકડા આપે તેને માલ પધરાવી-રોકડી કરીને તુરંત જ જતા રહેતા હોવાના કીમીયા પણ ફુલ્યા ફાલ્યા છે. આવામાં સવાલ એ થાય છે કે, આવા બધાય જ ખેલ ખાખીની અજાણતાથી ખેલી શકાય ખરા?