ગાંધીધામ : કંડલા વિશેષ આર્થિક ઝોનમાં આવેલા ગોદામાંથી તસ્કરો ૩.૯૪ લાખની ફેર એન્ડ લવલી ચોરી ગયા હતા. જે ચોરીમાં પોલીસે ત્રણ શખ્સોને દબોચી લઈ ભેદ ઉકેલી લીધા ેહતો.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ગત તા. પ-૩-૧૯ થી ૩.પ-૧૯ દરમ્યાન પ્રકાશનંદ કિશોર ગુપ્તાની કાસેજમાં આવેલ વૈશ્નવી એન્ટરપ્રાઈઝ નામની કંપનીના ગોદામમાંથી કોઈ ચોરો ૩, ૯૪, ૪૪૮ની કિંમતની ફેર એન્ડ લવલી ચોરી ગયા હતા. જે ચોરી અંગે વિધિવત ગુનો નોંધી તપાસનું પગેરૂ દબાવતા અનવર કાસમ વીરા સિકંદર સુલેમાન છુછિયા, અબ્બાસ ઉર્ફે પડી હારૂન છુછિયાને પકડી પાડી પુછતાછ કરતા પોતે ચોરી કરેલાની કેફીયત આપી હતી. આરોપીઓ પાસેથી મુદ્દામાલ રિકવર કરવા તેમજ તેમની સાથે અન્ય કોણ કોણ શખ્સો સામેલ છે. તે જાણવા આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાશે ચોરીનો ભેદ ઉકેલવાની કામગીરીમાં પુર્વ કચ્છ એસપી પરીક્ષીતા રાઠોડના માર્ગદર્શન હેઠળ બી ડિવીઝન પીઆઈ ડી.વી. રાણા, પીએસઆઈ એમ.બી. ઝાલા સાથે સ્ટાફના કિર્તીકુમાર ગેડીયા, ગલાલભાઈ પારગી, મહિપાર્થસિંહ ઝાલા, રાજદિપસિંહ ઝાલા, રાજાહીરાગર, ખોડુભા ચૂડાસમા, રવિરાજસિંહ પરમાર, જગદીશ સોલંકી, વિક્રમસિંહ હડીયોલ વિગેરે જોડાયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here