અગાઉ રાજુભા ગઢવીએ હોટલ માલિક પાસેથી મિલકત વેચાણ લીધેલી અને પાંચ કોરા પાનામાં સહીઓ કરાવી લીધી હતી, તે મિલકત જગદીશ ગઢવીએ વેચાણ લીધેલી તેવું લખાણ કરી મિકલત વેચાણ કરી ૧પ લાખ ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી : ત્રણ શખ્સો સામે નોંધાઈ ફોજદારી

 ગાંધીધામ : શહેરના ભારતનગર ૯ એજી/પ, પ્લોટ નંબર પ૦, નવદુર્ગા સોસાયટીમાં રહેતા અને હોટલનો વ્યવસાય કરતા યુવક પાસેથી મિકલત વેચાણ લઈ પાંચ કોરા કાગળોમાં સહીઓ કરાવી મિલકત વેચાણ લીધેલ તેવું લખાણ કરી મિકલત વેચાણ કરાર કરી અને મિલકત નામે કરી આપતા નથી તેવી ધમકી આપી હોટેલ માલિકના પત્નીને મોબાઈલ ફોન પર ગંદા મેસેજ મુકી ૧પ લાખ આપો નહીં તો બદનામ કરી નાખવાની ધમકી આપતા ત્રણ શખ્સો સામે વધુ એક ફોજદારી નોંધાવા પામી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ તેમજ અનિલકુમાર દ્વારકાદાસ સુદ (ઉ.વ. ૪૭) (રહે ભારતનગર, ગાંધીધામ)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે, આજથી એક માસના સમયગાળા દરમ્યાનબનાવને અંજામ અપાયો હતો. આરોપીઓ હિતેષભા વાલાભા ગઢવી (રહે આદિપુર), જગદીશભા ગઢવી (રહે અંજાર) તથા દિલુભા ગોવિંદભા ગઢવી (રહે ભારતનગર, ગાંધીધામ)એ એક સંપ કરી ગુનાહિત કાવતરૂ રચી અગાઉ રાજુભા વાલાભા ગઢવીએ તેઓ પાસેથી મિલકત વેચાણ લીધેલ તે અંગે પાં કોરા પાના (કાગળ)માં સહીઓ કરાવી લીધેલ અને તે મિલકત આરોપી જગદીશ ગઢવીએ વેચાણ લીધેલ તેવું લખાણ કરી અને બંને જણાના નામે મિલકત વેચાણ કરાર કરી અને તેઓને તે મિલકત કેમ નામે કરી આપતા નથી તેમ કહી તેઓના ઘરે જઈ મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ તેઓના પત્નીના મોબાઈલ ફોન પર ખરાબ ગંદા મેસેજ કરી અને ખરાબ વીડિયો મોકલી ફોન પર પણ મારી નાખવાની ધમકી આપી ૧પ,૦૦,૦૦૦ આપો નહીંતર બદનામ કરીશું તેવી ધમકી આપતા ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ સામે આઈપીસી કલમ ૩૮પ, ૧ર૦ (બી), પ૦૬ (ર), પ૦૭ તેમજ આઈટી એકટ કલમ ૬૭ મુજબ ગુનો નોંધી ઈન્ચાર્જ પીઆઈ ડી.વી. રાણાએ તપાસ હાથ ધરેલાનું પીએસઓ કિશોરસિંહ સિસોદિયાએ તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here