ગાંધીધામમાં હુક્કાબાર પર રેડ પાસેરામાં પુણી સમાન…!

શહેર-સંકુલવ્યાપી ઠેર-ઠેર હુક્કાબારના ધમધમે છે અડ્ડા : સેકટર વનએમાં પકડાયેલા હુક્કાબાર તો માત્ર એક નમુનો : ખાખીધારીઓની મીઠીનજર-રહેમરાહ સિવાય આવા સડ્ડાઓ ધમધમી જ ન શકે? : સંકુલવ્યાપી ઝુંબેશરૂપ કાર્યવાહી થાય તે જરૂરી : હુક્કાબારના નામે નશા-માદકપદાર્થોના સેવનનો સડ્ડો સંકુલમાં ઘર ન કરી જાય તે જોવુ જરૂરી : માલેતુજાર મા-બાપની વંઠલી ઓલાદોને ખબર નથી હોતી કે હુક્કાબારના ફલેવર્સની ચીલમ સાથોસાથ જ નશાના રવાડે પરોક્ષી રીતે તેઓ ચડી રહ્યા છે..!

ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ સંકુલમાં વિકાસની સાથોસાથ જ બદીઓ પણ એક પછી એક ચિંતાજનક રીતે ઘર કરેલી છે. સંકુલમાં હુક્કાબારના સડ્ડાએ પણ બરાબરનો પગ પેશારો કરી લીધો હોય તેમ અહી સમયાંતરે સત્તાવાર રીતે એકાદ હુક્કાબાર પર પોલીસ રેડ કરીને કામગીરી કરી લીધી હોવાનો સંતોષનો ઓડકાર ખાઈને બસી રહેતી હોવાનો વર્તારો સામે આવવા પામી રહ્ય છે અને તે બાદ સંકુલવ્યાપી હુક્કાબારને જાણે કે લીલીજંડી જ મળી જવા પામતી હોય તેમ આ અડ્ડાઓ અને સડ્ડાઓ ધમધમી ઉઠતા હોય છે. સંકુલની પ્રબુદ્ધપ્રજાની વાત માનીએ તો તાજેતરમાં જ અહીથી સેકટર વન એમાથી એક હુકાબાર પર પોલીસે તવાઈ બોલાવી દીધી છે અને કેસ કરી દીધો છે જયાથી હુક્કાની ચીલમ સહિતનો મુદામાલ કબ્જે કરવામા આવ્યો છે. આવા સમયે જાણકારો દ્વારા કહેવાય છે કે સંકુલમા આ એક માત્રની સામે કેસ થયો છે તે તો પાસેરામા પુણી સમાન જ છે. હુક્કાબારના હાટડાઓ સંકુલભરમાં અલગ અલગ જગ્યાએ ધમધમી રહ્યા છે જયારે હુક્કાની ફલેવર્ડ ચીલમ ચુસવામાં આવી રહી છે. પોલીસ દ્વારા એક જ હુક્કાબારને ત્યા કાર્યવાહી કરી છે ત્યારે હકીકતમાં સંકુલવ્યાપી ઝુંબેશરૂપ સામુહિક કાર્યવાહી અહી કરવામા આવે તે વધારે જરૂરી બની રહ્યુ છે. જાણકારો તો એમ પણ કહી રહ્યા છે કે હુક્કાબાર જેવા દુષણો ધમધમતા હોય અને સબંધિત ખાખીધારીઓ અંજાણ હોય તે પણ બની શકે ખરૂ? હાલમાં જયા કાર્યવાહી થવા પામી છે ત્યાં ખાખીના ભ્રષ્ટ બાબુઓને જાણે કે સાચવવામા આવ્યા ન હોવાથી દરોડો પાડીને કેસ કરી દેખાડયો બાકીનાઓ ખાખીને સાચવી લેતા હોવાથી જાણે કે તેઓને લીલીઝડી જ મળી ગઈ હોય તેમ ઠેર ઠેર હુક્કાબારના અડ્ડાઓ ચાલી રહ્યા હોવાની રાવ સામે આવવા પામી રહી છે. આ બાબતે ઉચ્ચ અધિકાીરઓ તપાસ કરે અને કડક કાર્યવાહી કરી દેખાડે તે સંકુલની પ્રબુદ્ધપ્રજાને માટે રાહતરૂપ કહી શકાય તેમ છે.