• પહેલું સુખ તે જાતે નર્યા : સર્વે સન્તુ સુખીના : સર્વે સન્તુ નિરામયઃ

ભારતીય સ્વદેશી ‘વેકિસન છે સુરક્ષિત’નો સમાજે વહેતો કરાવ્યો અસરકારક સંદેશ

માત્ર ર૪ કલાકમાં જ ૧પ૧ જેટલા લાભાર્થીઓને અપાઈ વેકિસન : નિષ્ણાત તબીબો- નર્સીંગ સ્ટાફ-સમાજના કાર્યકર્તાઓ રહ્યા ખડેપગે : વેકિસન લીધા બાદ કોઈને લેશમાત્ર પણ આડઅસર ન થઈ : લાભાર્થીઓ સહિતનાઓ માટે અલ્પાહાર સહિતની કરાઈ વ્યવસ્થ

રસીકરણના વ્યાપને વધારવા નિયમ અનુસારની સુવિધા કરી આપનાર સંસ્થા – સમાજ પાસે ખુદ
આરોગ્ય ટીમ – સ્ટાફ સહિતના જરૂરી માળખા સાથે વિના સંકોચે પહોંચી જઈ સેવારત રહે છે ખડે પટે

ગાંધીધામ આરોગ્ય વિભાગની વર્તમાન ટીમ(ડો.સુતરીયા)ની સેવા ભાવના પણ અભિનંદનને પાત્ર

ગાંધીધામ : કોરોનાની મહામારીને ડામવાને માટે જાગૃતી-ગાઈડલાઈનનુ પાલન અનિવાર્ય જ છે તેની સાથે જ હવે ભારતની સ્વદેશી રસીના અભિયાનને પણ વ્યાપક રીતે સફળ બનાવુ પણ તેટલુું જ જરૂરી છે. દરમ્યાન જ હવે સરકાર અને સેવાભાવી સંસ્થાઓ તથા સમાજ દ્વારા પણ રસીકરણ અભિયાનને લઈને પ્રેરણાદાયી સેવાયજ્ઞ હાથ ધરવામા આવી રહ્યો છે અને આવો જ એક શ્રેષ્ઠ દાખલો ગાંધીધામ ખાતે સીંધી ભાનુશાલી મહાજન સરોવર દ્વારા યોજવામા આવેલા રસીકરણ કેમ્પમાં જોવા મળી આવ્યો છે. શ્રી સિંધી ભાનુશાલી માજન સરોવર ગાંધીધામ, શ્રી સિંધી ભાનુશાલી યુવા મંડલ અને શ્રી સિંધી ભાનુશાલી મહિલા મંડલ દ્વારા ભાનુભવનમાં તા. ૨૭-૩-૨૧ શનિવારના રોજ કોવિંડ-૧૯ રસીકરણ કેમ્પનો આયોજન કરવામાં આવેલ હતો. સમાજના મોભી ગંગારામભાઈ ભાનુશાલીના પ્રેરક માર્ગદર્શન સાથે યોજાયેલા રસીકરણ કેમ્પમાં સર્વ પ્રથમ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ અને ત્યાર બાદ આવેલ મહેમાનો ડો.દિનેશ સુતરિયા-તાલુકા હેલ્થ ઓફિસર ગાંધીધામ, ડો.જાવેદખાન (યુ.એસ.ઓ-ગાંધીધામ-૧ સુંદરપુરી), ડો.રોહિત ગામેતી આર.બી.એસ.કે-૧, ચેતનાબેન જોષી (ટી.એચ.વી ગાંધીધામ), વિનોદભાઈ ગેલોતર (તાલુકા હેલ્થ સુપરવાઈઝર ગાંધીધામ), પરમાર સુમિતભાઈ ગાંધીધામ-૧ સુપરવાઈઝર, જહાનવી રાય(સ્ટાફ નર્સ), ચાંદની મહેતા (આર.બી.એસકે – ફાર્મસીસ્ટ), દીપીકાબેન (સ્ટાફ નર્સ), હેતલબેન ડારૂ, કૃપાબેન ગઢવી વગેરેનો સાલ થી સ્વાગત કરવામાં આવેલ બાદમાં રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ અને સિંધી ભાનુશાલી મહાજન સરોવર દ્વારા સમાજના ૪૫ વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓનો રસીકરણ કરવામાં આવેલ આસરે ૧૫૧ જેટલા લાભાર્થીઓને રસી આપવામાં આવેલ. સવારે ૯.૦૦ થી સાંજે ૬.૦૦ વાગ્યા સુધી રસીકરણનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં સિંધી ભાનુશાલી યુવા મંડળ, શ્રી સિંધી ભાનુશાલી મહિલા મંડળ, સખી મંડળ વગેરે તથા સમાજના સક્રિય કાર્યકરો એવા સમાજના ઉપપ્રમુખ માધુભાઈ પ્રહલાદભાઈ ડામા, ઉપપ્રમુખ જીતુભાઈ નાથાણી, સેક્રેટરી દીપકભાઈ ગેગલાણી ભદ્રા, નિર્મલભાઈ પંજવાણી ભક્કડ, મુકેશભાઈ પંજવાણી ભક્કડ, સતીશભાઈ કટારમલ, સુનિલભાઈ ગજરા, દીપકભાઈ ડામા, દિનેશભાઈ મંગે, લક્ષ્મણ નાથાણી, સંજુભાઈ મંગે, પ્રદીપભાઈ મુરજાણી, સોનુભાઈ મંગે, રવિભાઈ મંગે, પ્રકાશભાઈ ચાન્દ્રા, સુનિલભાઈ કટારમલ, મનોજભાઈ ડામા, ચંદુભાઈ નંદા અને બલરામભાઈ ભદ્રા વગેરેએ ખાસ જહેમત ઉઠાવેલ. આ સમગ્ર કાર્યક્રમ શ્રી સિંધી ભાનુશાલી મહાજન સરોવર ગાંધીધામના પ્રમુખશ્રી ગંગારામભાઈ એલ.ભાનુશાલી (મંગે)ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ. રસીકરણ કોવિંડ-૧૯ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો વોર્ડ નં.૪ના કાઉન્સીલર દીવ્યાબેન નાથાણી, મોહનભાઈ ભાનુશાલી, વિજય શૈલેષ સથવારા કાર્યક્રમમાં આવીને પ્રોત્સાહન આપેલ. મહિલા મંડળના પ્રમુખ સાવિત્રીબેન દિલીપભાઈ ગોરી તથા ચિત્રાબેન ગંગલાણી પણ હાજર હતા. નોધનીય છે કે, કોરોનાની મહામારી જેટલો જ છુપો અને ખોટો ભય રસીકરણને લઈને નકારાત્મકતાઓ સાથે ફેલાઈ રહ્યો છે પરંતુ ભાનુશાલી સીંધી સમાજ દ્વારા ગાંધીધામમાં જે રીતે કેમ્પ યોજવામા આવ્યો છે તેને જોતા સ્વદેશી રસી સુરક્ષિત હોવાનો ભાવ અને સંદેશ પણ વહેતો થયો હોવાનો હાશકારા રૂપ વર્તારો ઉભો થયો છે. અહી માત્ર ર૪ કલાકમાં ૧પ૧ જેટલા લાભાર્થીઓનુ વેકસીનેશન કરવામા આવ્યુ છે અને કોઈને લેશમાત્ર પણ આ રસીની આડઅસર થઈ હોવાના અહેવાલો મળ્યા નથી. લાભાર્થીઓ સહિતનાઓને માટે અહી સંસ્થા દ્વારા અલ્પાહાર સહિતની વ્યવસ્થાઓ પણ કરવામા આવી હતી. હકીકતમાં તમામ સંસ્થાઓ આ રીતે વ્યવસ્થિત-સુચારૂઢબે રસીકરણના આયોજનને પાર પાડે તો રસીકરણ માટેના સરકારના લક્ષ્યાંકને આપોઆપ બળ મળી શકે અને વધુમાં વધુ લોકો રસીકરણ માટે આગળ આવતા થાય તેમ કહેવુ પણ અસ્થાને નહી ગણાય.