ગાંધીધામમાં વરલી મટકાના આંકડાનો જુગારી ઝડપાયો

૧૬ હજારની રોકડ સહિત ર૬ હજારના મુદ્દામાલ સાથે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે કરી ધરપકડ

ગાંધીધામ : આઈપીએલના સટ્ટા સાથે જિલ્લામાં વરલી મટકાના આંક ફરકના જુગારનું દુષણ પણ વધ્યું છે. તેવામાં ગાંધીધામના સેક્ટર-પમા આવેલા ભવનાથ મહાદેવ મંદિરની સામેથી ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે વરલી મટકાના આંક ફરકનો જુગાર રમાડતા બુકીને દબોચી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામ બી-ડિવિઝનનો સ્ટાફ દારૂ-જુગારની બદીઓને નેસ્ત નાબૂદ કરવા માટે પેટ્રોલિંગમાં હતો ત્યારે ગત રાત્રે ભવનાથ મહાદેવ મંદિરની સામેથી ૬ર વર્ષિય શરદ ચુનીલાલ શેઠિયાની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ગેરકાયદેસર રીતે વરલી મટકાના આંકડાનો જુગાર રમાડતા ઝડપાયો હતો. પોલીસે પાડેલા દરોડામાં આરોપીના કબજામાંથી રોકડા રૂા.૧૬,પ૩૦ તેમજ રૂા.૧૦ હજારનો મોબાઈલ ફોન મળી કુલ ર૬,પ૩૦નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી પોતાના મોબાઈલ ફોનમાં આંક ફરકનો જુગાર રમાડતો હતો. બનાવને પગલે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધતા એએસઆઈ કીર્તિભાઈ ગેડિયાએ આગળની તપાસ હાથ ધરી છે.