ગાંધીધામ : શહેરના સેકટર નંબર પાંચ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પોલીસે છાપો મારી પાંચ ખેલીઓને ર૬૩૦૦ની રોકડ સહિત ૩૬૩૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સથવારા કોલોનીના પ્લોટને પ૧૭માં નરસી દામજી પટેલના ઘરમાં ચાલતા જુગારધામ પરબી ડિવીઝન પોલીસે છાપો મારી અંબાવી હરજી પટેલ, શિવજી ચના સથવાર, કરશન રવજી સથવારા, ભોગીલાલ માવજી પટેલ, નરસી દામજી પટેલને રોકડા રૂપિયા ર૬૩૦૦ તથા ર મોબાઈલ કિ.રૂા. ૧૦ હજાર એમ ૩૬૩૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here