ગાંધીધામમાં ર૪ હજારની રોકડ સાથે ૩ જુગારીઓ ઝડપાયા

ગાંધીધામ : શહેરના સુંદરપુરી વિસ્તારમાં આહીરવાસમાં ગેટ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ૩ શખ્સોને પોલીસે રૂા.ર૪,૪૦૦ની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામ એ ડિવિઝનની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીને આધારે ગાંધીધામના સુંદરપુરી આહીરવાસના ગેટ પાસે ચામુંડા પકવાન નામની દુકાનની સામેની ગલીમાં ગંજીપાનાવાળે રમાતા જુગાર પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે પાડેલી રેઈડમાં આરોપી હિતેશ કાનજી સોલંકી, હિરાભાઈ માલાભાઈ સોલંકી, રહિમ હાજી રાયમાની ધરપકડ કરાઈ હતી. આરોપીઓના કબ્જામાંથી પોલીસે રૂા.ર૪,૪૦૦ની રોકડ રકમ હસ્તગત કરી જુગારધારાની કલમો તળે ગુનો નોંધ્યો હતો. જેને પગલે હેડ કોન્સ્ટેબલ દિવ્યેશ સોનરાતે આગળની તપાસ હાથ ધરી છે