ગાંધીધામ : શહેરની ઈફકો કોલોનીની પાછળ આવેલ જગજીવન નગરમાં રહેતા યુવાનને અન્ય એક શખ્સે ભુંડી ગાળો આપી છરી વડે હુમલો કર્યો હતો. બનાવને પગલે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોધાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી જયેશભાઈ મોહનભાઈ આયડી (ઉ.વ.ર૦)એ આરોપી બાદલ સામજી દેવરિયા વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદી પોતાના ઘેર જતો હતો તે દરમ્યાન આરોપીએ રસ્તામાં ભુંડી ગાળો આપી છરી વડે ડાબા હાથ પર સામાન્ય ઈજાઓ પહોંચાડી હતી. બનાવને પગલે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધતા હેડ કોન્સ. નરેશ પરમારે આગળની તપાસ હાથ ધરી છે.