ગાંધીધામમાં મોબાઈલ ચોરનારો શખ્સ ઝડપાયો

0
84

ગાંધીધામ : શહેર એ ડિવિઝન પોલીસમાં મોબાઈલ ચોરીનો ગુનો દાખલ થયો હતો. જે બનાવમાં પીઆઈ એ.બી. પટેલે સ્ટાફના માણસોને ગુનો શોધવા માટે સૂચના આપતા ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી જુની સુંદરપુરીના સંજીવ ઉર્ફે સોનુ ધર્મેશભાઈ સતાની અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને ઝડપી તેઓ પાસેથી ચોરીમાં ગયેલા પ૮ હજારના પાંચ મોબાઈલ અને ચાર્જર કબ્જે કરવામાં આવ્યા છે.આરોપીઓ જે ઘર કે દુકાનમાં દરવાજા ખુલ્લા હોય ત્યાંથી મોબાઈલ ચોરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.