Group of medical students or nurses. Practicing Interns standing together in blue doctor uniform. Flat style vector illustration isolated on white background.

ગાંધીધામ : કોવિડ-૧૯ મહામારી બેકાબુ બની રહી છે, ત્યારે ભુજની હોસ્પિટલો માટે નર્સિંગ સ્ટાફ ગાંધીધામ સંકુલની નર્સિંગ કોલેજોમાંથી મોકલાવાના થયેલા આદેશ સામે ગાંધીધામમાં વિરોધ ઉઠ્યો હતો. ગાંધીધામ પોતે જ જયારે કોવિડ મહામારીની ગંભીર સ્થિતિનું સામનો કરી રહ્યો છે ત્યારે ગાંધીધામ સંકુલની નર્સિંગ કોલેજની છાત્રાઓને ભુજ ન મોકલવાનો સૂર વ્યકત થયો હતો. ઉપરાંત ગાંધીધામમાં કોરોનાના કેસ વધતા તેવામાં નર્સિંગ સ્ટાફ તથા નર્સિંગ કોલેજોની છાત્રાઓને અન્યત્ર મોકલવામાં આવતા અહીંના દર્દીઓની હાલત કફોડી બનશે. કોરોના મહામારીમાં જયારે ગાંધીધામ સંકુલમાં ડોકટર, વેન્ટીલેટર વાળા બેડ, તાલીમી સ્ટાફ, વગેરેની અછત છે ત્યારે સ્ટાફને ભુજ મોકલવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.